સંપર્ક અભિયાન:ભાજપ વિધાનસભાના પહેલા પ્રદેશ અધ્યક્ષ દ્વારા તાપી જિલ્લાથી વન-ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમની આવતીકાલથી શરૂઆત કરાશે

સુરત3 મહિનો પહેલા
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ માહિતી આપી.
  • સી.આર. પાટીલ આવતીકાલે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આખો દિવસ પસાર કરશે

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન મજબૂત કરવાના પ્રયાસ રૂપે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિલ્લામાં એક આખો દિવસ પસાર કરશે. તાપી જિલ્લાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે. આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતેથી આ કાર્યક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છે.

અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આવતીકાલે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આખો દિવસ પસાર કરશે. સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ પ્રભુત્ત્વ વ્યક્તિઓ વેપારીઓ .સી એ સમાજસેવકો તેમજ સંઘના સ્વયંસેવકો સાથે પણ મુલાકાત કરશે. વ્યારા ખાતે અલગ-અલગ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને પણ સંબોધિત કરશે.

સાહિત્યકારો અને શિક્ષકો સાથે પણ મુલાકાત
વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ આવતી કાલે વ્યારા ખાતે સૌપ્રથમ સમગ્ર જિલ્લાના સાધુ સંતો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ પ્રબુદ્ધ નાગરિકોને મળશે, વ્યારા જિલ્લાના સાહિત્યકારો અને શિક્ષકો સાથે પણ મુલાકાત કરશે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને વિધવા બહેનો સાથે પણ મુલાકાત કરશે. વ્યારાના તરણ કુંડ ખાતે અને શ્યામા પ્રસાદમુખર્જી હોલ ખાતે કાર્યક્રમોમાં હાજરી આપશે.

43 જિલ્લાઓની અંદર કાર્યક્રમ કરાશે
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભાજપ સંગઠન દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લાઓમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક આખો દિવસ આવશે. આવતીકાલે તાપી જિલ્લાથી શરૂઆત કરવામાં આવશે તેમજ અન્ય 43 જિલ્લાઓની અંદર પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પરંતુ આ કાર્યક્રમ ની તારીખો જાહેર કરવામાં આવી નથી. પ્રદેશ અધ્યક્ષ અનુકૂળતાએ એક જિલ્લા અને સમય આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને કાર્યકર્તાઓની નજીક જઈને તેમને સાંભળવામાં આવે તેમજ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે મુલાકાત કરવાના આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...