તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંધકામ સમિતિની બેઠક:વિવિધ ઝોનની 27 સોસાયટીઓમાં ડામર રસ્તાના કામ મંજૂર ન કરાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર બાંધકામ સમિતિમાંં 14 કામના 23.38 કરોડના અંદાજ મંજૂર
  • 9 મીટરથી ઓછી હાઇટવાળી સ્કૂલમાં દાદર બનાવવાના કામ પણ રદ

સોમવારે સુરત મહાનગર પાલિકામાં જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં એજન્ડા પરના 53 કામ પૈકી રૂા.28.38 કરોડના વિવિધ 14 કામોના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે 29 કામ રિફરબેક, 5 કામ મુલતવી અને 4 કામ દફતરે કરવામાં આવ્યા છે.

જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રોહિણીબેન પાટીલ અને ઉપચેરમેન ગેમરભાઇ દેસાઇએ જણાવ્યું કે, મોટાવરાછા-ઉત્રાણમાં સિવિક સેન્ટર, જહાંગીરપુરા અને અશ્વિનીકુમારમાં ફાયર સ્ટેશન તથા કરંજ અને આંજણામાં વેન્ડિંગ માર્કેટ બનાવવાના કામના અંદાજો મંજૂર કરાયા છે. જ્યારે સેન્ટ્ર્લ ઝોનની 5 શેરી અને કતારગામની એક સોસાયટીમાં સીસી રોડના કામોના અંદાજ પણ મંજૂર કરાયા હતા. ખાસ કરીને 29 કામો રિફરબેક કરાયા છે. જેમાંથી 27 કામ વિવિધ સોસાયટીઓમાં રસ્તા કારપેટ-રિકારપેટના હતા. હાલમાં જ સોસાયટીઓમાં ડામરને બદલે સીસી રોડ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેથી આ તમામ કામો ડિપાર્ટમેન્ટને રિફરબેક કરી નવેસરથી લાવવા જણાવાયું છે. જ્યારે તાજેતરમાં 9 મીટરથી ઓછી ઉંચાઇવાળી બિલ્ડિંગોમાં ફાયર સે‌ફટી માટે એનઓસીની જરૂર નથી એવો નિયમ આવતા વિવિધ પાલિકાની શાળાઓમાં ફાયર સેફટીને ધ્યાને લઇ ઇમરજન્સી એન્ટ્રી-એક્ઝિટ માટે વધારાના દાદરો લગાડવાના ચાર કામ દફતરે કરાયા છે.

ઉપરાંત, 5 કરોડના વિવિધ 5 કામો વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...