આક્ષેપબાજી:વૉકીટૉકી પર નજીક આવવા કહ્યું તો દૂર ગયા ને દોરડું તૂટી ટગ પલટી ગયું: કેપ્ટન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે પોલીસ નિવેદનમાં રો-રો જહાજના કેપ્ટને ટગના સ્ટાફ પર ઢોળી દીધું
  • 2 ક્રુ મેમ્બર ટગ સાથે દરિયામાં ગુમ થયાના 10 દિવસે પણ માત્ર આક્ષેપબાજી

હજીરાના દરિયામાં ગરકાવ થયેલા ટગની સાથે 2 ક્રુ-મેમ્બરો ગુમ થયાના 10 દિવસે પણ તંત્રને કંઈ પડી ન હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ટગ માસ્ટર બાદ હવે જહાજના કેપ્ટને પોલીસ નિવેદનમાં ટગના સ્ટાફ પર મામલો ઢોળી દીધો છે. હજીરા પોલીસે રો-રો ફેરી જહાજના કેપ્ટન સહિત 4ના નિવેદન લીધા છે.

2 ક્રુ-મેમ્બરોના પરિજનોની હાલત કફોડી બની છે. કોઈ મોટી હસ્તી હોત તો સરકારી તંત્રથી માંડી તમામે શોધખોળ માટે આકાશ પાતાળ એક કરી કરી દીધા હોત. ટગ સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ટગને બહાર કાઢવામાં આટલો સમય લાગતો હોય તો મોટા જહાજ સાથે દુર્ઘટના થાય તો શું થશે?

‘દોરડું ટાઇટ થઈ જતાં કાઢવાનું તો દૂર, ટગનું હેન્ડલ ઝાટકા સાથે નીકળી જતાં ટગ પલટી મારી ગયું’
જહાજના કૅપ્ટને નિવેદનમાં લખાવ્યું કે, ટગ જહાજને દોરડા (રોપ)થી ખેચતું હોય છે. પરંતુ આ ઘટના વખતે ટગ માસ્ટરે પાછળથી દોરડાથી ખેંચી જહાજને પાણીનું લેવલ મળે ત્યાં સુધી લાવ્યા હતા. કેપ્ટને વાયરલેસ પર કોલ કરી રોપ કાઢવા કહ્યું હોવા છતાં માસ્ટરે દોરડું ન કાઢી ટાઇટ કરી દીધું હતું. જહાજના સ્ટાફે વોકીટોકી પર ટગના સ્ટાફને નજીક આવવા કહ્યું છતાં તેઓ દૂર જતા હતા. દોરડું ટાઇટ થઈ જતાં કાઢવાનું તો દૂર, ટગનું હેન્ડલ ઝાટકા સાથે નીકળી જતાં ટગ પલટી મારી ગયું હતું. આ બાબતે જહાજના સ્ટાફે વાયરલેસ પર ખંભાત વીટીએમએસને જાણ કરતા હજીરાની કંપનીની 3-4 ટગ બચાવ કામગીરી માટે દોડી આવી હતી. જહાજમાં પેસેન્જરો હોય વીટીએમએસને જાણ કરી જહાજ ત્યાંથી ભાવનગર ઘોઘા જવા માટે રવાના થયું હતું.

અન્ય સમાચારો પણ છે...