તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Asked A Question To A BJP MLA At Hari Darshan Society In Dabholi, Surat, Blame Of Drunk And Father And Son Handed Over To Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સુરતમાં નાગરિકે ભાજપના MLAને સવાલ પૂછ્યો- કોરોનામાં ક્યાં હતા?, ધારાસભ્યએ આ પીધેલો આવ્યો છે; એને બહાર નાખી આવો, કહી પિતા-પુત્રને પોલીસને સોંપી દીધા

સુરત2 મહિનો પહેલા
પીડિત રાજુ જોધાણીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હોવાનો આક્ષેપ.
  • પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હોવાનો આરોપ

સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્યને સવાલ પૂછનારને પોલીસ ઉપાડી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપની ચૂંટણીપ્રચાર સભામાં રાજુભાઇ જોધાણી અને તેના પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવાયા હતા. બંને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સોસાયટીના રહીશે આકરા સવાલ કર્યા
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં ભાજપની ચૂંટણીપ્રચાર સભા હતી, જેમાં કતારગામના ભાજપના ધારાસભ્યને સોસાયટીના રહીશ રાજુભાઈ જોધાણીએ સવાલ કર્યા હતા, જેમાં કહ્યું હતું કે સાહેબ, કોરોનામાં તમે ક્યાં ગયા હતા? સિવિલના કોઈ ઠેકાણાં ન હતાં અને ગાંઠના પૈસે અમારી સોસાયટીમાં રસ્તા બનાવ્યા છે. અમને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદા હેઠળ દંડ ભરાવ્યા. તમારી સભામાં કોણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે? 15 વર્ષથી વેરો ભરીએ છીએ.

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પોલીસને રજૂઆત કરી.
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પોલીસને રજૂઆત કરી.

કાયદાના રખેવાળ પર પણ ભરોસો ન મુકાઈ એવી સ્થિતિ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્યને સવાલ કરવામાં આવતાં રાજુભાઇ જોધાણી અને 71 વર્ષીય પિતા મગનભાઈ જોધાણીને દારૂના નશામાં લવારા કરતા હોવાનો આરોપ મૂકી પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. બન્ને પિતા-પુત્રને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આખી રાત બેસાડી રખાયા હતા. કાયદાના રખેવાળ પર પણ ભરોસો ન મુકાઈ એવી સ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય નાગરિકને સવાલ પૂછવાનો હક્ક પણ છીનવી લેવાયો હોવાનું ઉદાહરણ છે.

પુત્રની સાથે 71 વર્ષીય પિતાને પણ પોલીસ ઉપાડી ગઈ.
પુત્રની સાથે 71 વર્ષીય પિતાને પણ પોલીસ ઉપાડી ગઈ.

કતારગામના ધારાસભ્ય પર આક્ષેપ
મગનભાઈ જોધાણીએ જણાવ્યું હતું કે મારો દીકરો રાજુ ઘરે આવ્યા બાદ ભાજપની સભામાં ગયો હતો, જેમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ આ પીધેલો આવ્યો છે; તેને બહાર નાખી આવો. જેથી બે-ચાર જણા તેને બહાર નાખવા જતા હતા, જેની જાણ થતાં હું ગયો હતો. હું સોસાયટીનો મંત્રી હતો ત્યારે વિનુ મોરડિયાએ મને બે-ત્રણવાર અપમાનિત કર્યો હતો. જેથી મે મંત્રીપદ છોડી દીધું હતું. મેં મારા દીકરાને પણ સમજાવ્યો હતો. ત્યાર બાદ રાત્રે પોલીસ આવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો