ક્રાઇમ:રેલવે યાર્ડમાં આસિ. લોકો પાયલોટને માર મારી લૂંટી લેવાયો, લૂંટારું ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લૂંટારૂઓ માર મારી બેભાન અવસ્થામાં ટ્રેક પર છોડી ગયા
  • ​​​​​​​આસિ.​​​​​​​લોકોપાયલોટને માથામાં ઇજા થતાં 13 ટાંકા આવ્યા

સુરત સ્ટેશન યાર્ડ ખાતે ફરજ પરના આસિસ્ટન્ટ લોકો પાયલોટ પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટી લીધો હતો. લૂંટારૂઓ લોકો પાયલોટને બેભાન હાલતમાં ટ્રેક પર છોડી દીધો હતો .આ મામલે સુરત રેલવે પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો હતો.3 જુલાઇના રોજ રાત્રે 10.10 કલાકે મોના કુમાર ગોયલે સુરતથી ઉપડતી ટ્રેન નંબર 19005 (સુરત ભુસાવલ) માટે સુરત રેલવે યાર્ડમાં સુરત સ્ટેશન પ્લેટફોર્મ એક પર આવેલી લોબીમાં ફરજ બજાવી રહ્યા હતા.

11 વાગ્યે ઉધના છેડે જઈ રહ્યા હતા થોડી જ વારમાં બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી આશરે રૂ. 1800 અને કામ સંબંધિત કેટલીક સામગ્રી લૂંટી લીધી હતી અને તેને ટ્રેક પર બેભાન હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા. મોનાકુમાર ગોયલને આ ઘટનામાં માથામાં ગંભીર ઈજા થઈ છે અને 13 જેટલા ટાંકા આવ્યા છે અને સારવાર ચાલુ છે.રેલવે પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

લોકોપાયલોટે રેલવે સુપરિન્ટેન્ડન્ટને જાણ કરી
આસિ.લોકોપાયલોટ મોનાકુમાર ગોયલ પર હુમલો કરી તેમને બેભાન અવસ્થામાં છોડી લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં ટ્રેનનંબર 19005 સુરત-ભુસાવળના લોકોપાયલોટ અને પોઇન્ટ્સમેને મોનાકુમારને ઇજાગ્રસ્ત હાલતમાં ટ્રેક પર પડેલા જોઇ તેમની પાસે ગયા હતા. આ બંનેએ તરત જ સુરત રેલવે સ્ટેશને સુપિરન્ટેન્ડેન્ટને જાણ કરી હતી.રેલવે તંત્ર દ્વારા પ્રાથમિક સારવાર આપી મોનાકુમારને ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...