તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભ દિવસ:અષાઢી બીજ જ્વેલરી-ઓટો માર્કેટને ફળી, 500 કાર અને 70 કરોડથી વધુના દાગીના વેચાઈ ગયા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 2 હજારથી વધુ ટુ-વ્હીલરનું પણ વેચાણ થયું

અષાઢી બીજના દિવસે સુરતમાં 500 જેટલી કાર, 2 હજારથી વધારે બાઈક અને 70 કરોડ રૂપિયાના સોનાના દાગીનાનું વેચાણ થયું છે. શહેરમાં એક મહિનામાં જેટલી કાર અને બાઈક વેચાય છે તેટલી એક જ દિવસમાં વેચાઈ છે. કોરોનાની બીજી લહેર બાદ શહેરમાં ધીમે ધીમે ખરીદી નીકળી છે. ઓટો માર્કેટ માટે હવે નવરાત્રિ, દશેરા તેમજ લાભ પાંચમ જેટલો જ મહત્વનો રથયાત્રાનો દિવસ બની ગયો છે. રથયાત્રાના દિવસે જ વાહનની ડિલિવરી લેવાનું ચલણ વધ્યું છે.

જેના કારણે ઓટો કંપનીઓએ આકર્ષક સ્કિમો બહાર પાડી હતી. રથયાત્રાના દિવસે બાઇક-કારના શોરૂમને પણ શણગારવામાં આવ્યા હતા. રથયાત્રાના દિવસે નવા વાહનો- વસ્તુઓ ખરીદવાની માન્યતા છે. ડીલરોએ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે 500 કાર, 2 હજાર બાઇક અને 70 કરોડના દાગીનાનું વેચાણ થયું છે. શહેરના અગ્રણી ટુ વ્હીલર-ફોર વ્હિલર શોરૂમ ખાતે અષાઢી બીજના દિવસે સવારથી જ વાહનોની ડિલિવરી માટે ભીડ જોવા મળી હતી.

15 ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું
શહેરમાં પેટ્રોલ અને ડિઝલ કારનું તો વેચાણ થયું જ છે. સાથે સાથે અષાઢી બીજના શુભ દિવસે લોકોએ ઈ-કારની પણ ખરીદી કરી છે. શહેરમાં હાલ બે કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રિક કારનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અષાઢી બીજના દિવસે શહેરમાં 15થી વધાર ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે.

આ શુભ દિવસે લોકો લગ્નની ખરીદી કરે છે
ઈન્ડિયન બુલિયન એસો.ના પ્રમુખ નૈનેષ પચ્ચીગરે કહ્યું કે, હાલ લગ્નની ખરીદી નિકળી છે,એ સાથે જ અષાઢી બીજનો શુભ દિવસ હોય અને સોનાના ભાવમાં પણ ઘટાડો થયો હોવાથી સામાન્ય દિવસો કરતાં સોનાના દાગીનાનું સારું વેચાણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...