કોરોનાકાળ બાદ લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે અનેક માગણીઓ સામે આવી રહી છે. વિશેષ કરીને બાળકોના શાળાની ફીને લઈને શાળા સંચાલકો અને વાલીઓની વચ્ચે વિવાદ થતા રહે છે. સુરતમાં સીમાડા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કૂલની બહાર આજે વાલીઓને મોરચો પહોંચ્યો હતો. વાલીઓએ તમામ શાળાના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફી કરી આપવાની માગણી કરી હતી તેમજ જે વિદ્યાર્થીઓ દ્વારા ફ્રી નથી ભરાઈ અને તેમને અહી આપવામાં આવી નથી તે તમામ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
વિરોધના પગેલે પોલીસ દોડી આવી
મોટી સંખ્યામાં વાલીઓ આશાદીપ સ્કૂલ તરફ પહોંચતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વાલીઓએ પોતાની માગણી સાથે શાળાના ગેટ પર ધરણા કરવાનું શરૂ કરી શાળા સંચાલકો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોને રોજીરોટી છીનવાઇ ગઇ છે તેના કારણે લોકો અત્યારે હાલ આર્થિક બોજા હેઠળ આવી ગયા છે. શાળામાં છેલ્લા એક-દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે છતાં પણ તમામ પ્રકારની પ્રવૃત્તિઓના તેમજ અન્ય ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે. જેનો વિરોધ અલગ અલગ શાળાઓમાં આપણને ભૂતકાળમાં પણ જોવા મળ્યો છે.
નિયમો પ્રમાણે જ ફી લઇ રહ્યા છીએઃ સંચાલક
આશાદીપ શાળાના સંચાલક મહેશ રામાણી દ્વારા જણાવાયું કે અમે સરકાર અને હાઇકોર્ટ દ્વારા જે નિયમો આપવામાં આવ્યા છે તેના આધારે જ ફી લઇ રહ્યા છે. ઘણા બધા બાળકો છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. તેમને અમે ફી પણ માફી કરી દેવામાં કોઈ આનાકાની કરતા નથી. માત્ર રાજકારણીઓ લોકો પડદા પાછળથી વાલીઓને ઉશ્કેરતા હોય તેવું લાગે છે અને આમાં વિરોધ પ્રદર્શનમાં મહદંશે વધુ વાલીઓ પણ અમને દેખાતા નથી. મોટાભાગે અમે જે પણ વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમની પાસેથી ફી લેવાનું ટાળી દઈએ છીએ અથવા તો ઓછી કરી લઈએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.