150 કરોડના બિટકોઈનકાંડના આરોપીની જામીન અરજી રદ કરવા અન્ય આરોપી દ્વારા કરવામાં આવેલી અરજી કોર્ટે અશંત: મંજૂર કરી અને આરોપી જીગ્નેશ મોરડીયાના અગાઉ રજૂ કરેલા જાત મુચરકા જપ્ત કરી નવા જાત મુચરકા રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે 10 હજારનો દંડ પણ આરોપીને કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે હુકમમાં ટાંક્યુ હતુ કે જામીનની શરતનો ભંગ આરોપીની ગેરવર્તૂણક કહેવાય, 2018માં સુરત સીઆઈડી ક્રાઈમે 150 કરોડનો બિટકોઇન કેસ દાખલ કર્યો હતો.
જેમાં આરોપીઓ પૈકી જીજ્ઞેશ મોરડીયાને હાઇકોર્ટે ગુજરાત રાજ્યની હદ ન છોડવા સહિતની શરત લાદી હતી. આ શરતનો તેણે ભંગ કરતા આ કેસના અન્ય આરોપી મનોજ ક્યાડાએ એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન રદ્દ કરાવવા અરજી કરી હતી.
આ કેસમાં કોર્ટનાં રેકર્ડ પર એ વાત આવી હતી કે આરોપીએ જામીનની શરતનો ભંગ કર્યો છે. જે બાબતને કોર્ટે આરોપીની ગેરવર્તણુક ગણી જામીન રદ્દની અરજી અંશતઃ મંજુર કરી હતી અને આરોપી જીગ્નેશ મોરડીયાના અગાઉ રજૂ કરેલા જાત મુચરકા જપ્ત કરી નવા જાત મુચરકા રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે રૂ 10 હજારનો દંડ પણ આરોપીને કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો.
રાજ્યની હદ નહીં છોડવાની શરત હતી
આરોપીને અગાઉ જામીન અપાયા ત્યારે રાજ્યની હદ નહીં છોડવાની શરત રખાઇ હતી. ફરિયાદ કરનાર એવા પુરાવા લાવ્યું હતું કે આરોપી હૈદરાબાદ સહિતની શહેરો ફરી આવ્યો છે. અંતે કોર્ટે સંપૂર્ણ જામીન રદ તો નહીં કર્યા હતા. પરંતુ આરાેપીને 10 હજારનો દંડ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.