સુરતમાં ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ પહોચ્યા હતા. જરૂરિયાત પ્રમાણે પાણી ન મળતા વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી. સમયસર સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતોના પાક બળી જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોને સમયસર પાણી મળે તે માટે સિચાઈ અધિકારીને આવેદન આપી રજૂઆત કરી છે.
ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
સુરતમાં ફરી એક વખત ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે ખેડૂત સમાજના અગ્રણીઓ અને ખેડૂતો સિંચાઈ વિભાગની ઓફીસ ખાતે પહોચ્યા હતા. રજૂઆત સાથે વિરોધ નોધાવ્યો હતો. ખેડૂતોને સમયસર પાણી ન મળતું હોવાથી પાક બળી જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂત સમાજના અગ્રનીઓએ એકઠા થઈને સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી છે.
આંદોલનની ચીમકી
ખેડૂત સમાજના અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો અને ચોર્યાસી વિસ્તારના કાંઠા વિસ્તારના ગામોમાં છેલ્લા 20 દિવસથી સમયસર પાણી પહોચતું નથી. જેથી પાક બળી જવાની પરિસ્થિતિનું નિમાર્ણ થયું છે. સરકારે 8 કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી છે. પણ 6 કલાક પણ વીજળી મળતી નથી. એક બાજુ સિંચાઈનું પાણી મળતું નથી. તો બીજી તરફ વીજળી ના હોવાના કારણે કુવાનું પાણી પણ મળતું નથી. આ સમગ્ર બાબતે ગુજરાત ખેડૂત સમાજ વતી જીઈબી અને સિંચાઈ વિભાગને રજૂઆતો કરી છે. પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. આવનારા દિવસોમાં જો તંત્ર જાગશે નહી, તો આશ્ચર્યજનક વિરોધ નોંધાવવામાં આવશે. પાણી ન મળવાના કારણે લખો રૂપિયાના પાક બળી જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.