આપઘાતનો પ્રયાસ:પત્ની અલગ રહેતી હોવાથી રત્નકલાકારનો તાપીમાં ભૂસ્કો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરાછાના યુવકને સ્થાનિકોએ બચાવ્યું

સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે બપોરે એક યુવકે તાપી નદીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ તાત્કાલિક તાપીમાં ઝંપલાવી યુવકને બચાવી લીધો હતો. અર્ધ બેભાન અવસ્થામાં યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતા સરથાણા પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી. જોકે યુવકે ક્યાં કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકી ન હતી.

વરાછા એ.કે. રોડ રાણા પંચની વાડી ખાતે રહેતો સંદિપ દિગમ્બર પાટીલ(37) હીરાના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની સંતાનો સાથે તેમનાથી અલગ રહે છે. જેથી તેઓ તેના ટેન્શનમાં ડિપ્રેશનમાં રહેતા હતા. દરમિયાન ગુરૂવારે બપોરે તેમણે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં જંપ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

જોકે બ્રિજ નીચે હાજર સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ યુવકને બચાવી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પત્ની અલગ રહેતી હોવાથી ડિપ્રેશનમાં આવી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...