તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • As The Syllabus Is Incomplete And There Is Also A Duty In The Election, UG's Examination Date Law Professors After 5th March

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અભ્યાસક્રમ અધૂરો અને ચૂંટણીમાં પણ ફરજ હોવાથી UGની પરીક્ષા તા. 5મી માર્ચ પછી લોઃ અધ્યાપકો

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • તમામ પ્રોસેફરોએ વીસીને રજૂઆત કરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીએ અને બીએસસીના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસક્રમ અધૂરો હોવાની સાથે અધ્યાપકોને ચૂંટણીમાં ફરજ બજાવવાની હોવાથી પરીક્ષા પાંચમી માર્ચ પછી લેવાની માંગ અધ્યાપકોએ કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને પત્ર લખીને કરી છે.

સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના મંત્રી ડો. મુકેશ મહિડાએ કાર્યકારી કુલપતિ ડો.હેમાલી દેસાઇને પત્ર લખી જણાવ્યું છે કે, અાગામી 23મી ફેબ્રુઆરી, 2021થી બીકોમ, બીએ અને બીએસસીની પહેલા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. તેવામાં જ આ સમયગાળામાં મહાનગરપાલિકાની અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનારી છે. જેમાં અધ્યાપકોને અલગ અલગ પ્રકારની અને સાત દિવસની ફરજ સોંપાય છે. આ સાથે બીકોમ, બીએ અને બીએસસીના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી.

ઉપરાંત ચૂંટણીને પગલે અભ્યાસક્રમ ફેબ્રુઆરી મહિનાના અંતમાં પૂર્ણ થનારો હોવાની સાથે બીકોમ, બીએ અને બીએસસીમાં ઘણા પ્રવેશ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડીયામાં થયા છે અને હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ પણ થયા નથી. આમ, આવી સ્થિતિને જોતા બીકોમ, બીએ અને બીએસસીની પહેલા સેમેસ્ટરની પરીક્ષા પાંચમી માર્ચ પછી લેવાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો