ભાસ્કર એક્સક્લુસિવ:હીરાના શોર્ટ સપ્લાય અને માંગમાં ઘટાડો થતાં કારખાનાંઓમાં વેકેશનનાં બોર્ડ લાગવા માંડ્યાં

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટી હીરા પેઢીમાં 7થી 10 દિવસ અને નાનીમાં 15 દિવસનું વેક્શન જાહેર. - Divya Bhaskar
મોટી હીરા પેઢીમાં 7થી 10 દિવસ અને નાનીમાં 15 દિવસનું વેક્શન જાહેર.
  • રશિયા-યુક્રેન યુદ્ધને લઈ રફ પર બેન, અમેરિકામાં માંગ ઘટતાં બજાર પર અસર
  • મોટી પેઢીઓમાં 7થી 10 દિવસ જ્યારે નાની પેઢીઓમાં 15 દિવસનું વેકેશન જાહેર

શહેરનો હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાં ગરકાવ થઈ રહ્યો છે, જેને લઈને અનેક પેઢીઓએ વેકેશન જાહેર કરી કારખાનામાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.કોરોનાની પહેલી લહેર બાદ હીરામાં તેજીનો માહોલ હતો. પછી અમેરિકન સરકારે સ્થાનિકો માટે આર્થિક પેકેજ જાહેર કર્યા હતાં. જેના કારણે અમેરિકના લોકો દ્વારા ડાયમંડ તથા ડાયમંડ જ્વેલરીની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી. જેની સીધી અને સારી અસર સુરતના હીરા ઉદ્યોગને થઈ હતી.

હીરાની માંગ સતત વધી રહી હતી. માંગ વધવાને કારણે ભારતમાંથી હીરાનું ઓલ ટાઈમ હાઈ એક્સપોર્ટ પણ નોંધાયું હતું. વર્ષ 2021-22માં ભારતમાંથી 1.80 લાખ કરોડના હીરાનું રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ થયું હતું. આ સાથે સાથે ડાયમંડ જ્વેલરીનું પણ એક્સપોર્ટ મોટા પ્રમાણમાં થયું હતું. જો કે, હાલમાં માંગ ઓછી હોવાથી હીરાના કારખાનાઓમાં કામ મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. જેથી સુરતના હીરા વેપારીઓ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવી રહ્યા છે. શહેરની મોટી હીરા પેઢીઓ દ્વારા 7થી 10 દિવસનું જ્યારે નાની હીરા પેઢીઓ દ્વારા 15 દિવસના વેકેશન પાડ્યા હોવાના બોર્ડ હાલમાં કારખાનામાં લાગેલા જોવા મળી રહ્યા છે.

ભારતમાં 30 ટકા રફ હીરા રશિયાથી આવે છે
ભારતમાં 30 ટકા રફ રશિયાથી આવે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે અમેરિક સરકારે રશિયાની રફમાંથી બનેલા હીરા અને જ્વેલરી પર બેન મૂકી દીધો છે, જેને લઈની સુરતના હીરાવેપારીઓની પરિસ્થિતિ કપરી થઈ ગઈ છે. શહેરમાં રફની શોર્ટ સપ્લાય પણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...