રજૂઆત:ઈમ્પોર્ટેડ કોલસાના ભાવ ઘટતા હવે લિગ્નાઈટની કિંમત ઘટાડવા માંગણી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખનિજ વિભાગે કહ્યું કોસ્ટ કંટ્રોલમાં લાવીશુ

ઈમ્પોર્ટેડ કોલસાના ભાવમાં ઘટાડો થતા બાદ લિગ્નાઈટની કિંમતમાં પણ ઘટાડો કરવા માટે મિલ માલિકો દ્વારા માંગ કરવામાં આવી છે. સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને રાજ્યના ખનિજ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરીને લિગ્નાઈટના ભાવમાં ઘટાડો કરવા માટે માંગ કરી છે.કોરોના બાદ તમામ ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. પેટ્રોલ, ડિઝલ, ગેસ, સીએનજી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. તેની સાથે સાથે પ્રોસેસિંગ મિલમાં ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલ, રસાયણો અને કોલસાના ભાવમાં પણ સતત વધારો થતો હતો.

ઈમ્પોર્ટેડ કોલસાની સાથે સાથે લિગ્નાઈટના ભાવમાં પણ વધારો થતો હતો. લિગ્નાઈટ 2500થી 3000 રૂપિયા ટનમાં મળતો હતો તે 5500થી લઈને 6 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે ઈમ્પોર્ટેડ કોલસાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે લિગ્નાઈટના ભાવમાં પણ ઘટાડો થાય તેવી માંગણી શહેરના ટેક્સટાઈલ પ્રોસેસર્સો દ્વારા કરવામાં આવી છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા રાજ્યના ખનિજ વિભાગને પત્ર લખીને લિગ્નાઈટના ભાવમાં ઘટાડો કરવા માટે માંગ કરી છે. ખનીજ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ મિલ માલિકો સાથે વર્ચ્યુઅલી મિટિંગ કરીને કહ્યું હતું કે, ‘અમે પ્રોડક્શન વધારીને કોસ્ટ કંટ્રોલ કરીશું.’સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે છે કે, ‘અમે રજૂઆત પણ કરી છે અને

અન્ય સમાચારો પણ છે...