રોગચાળો:ગરમી વધતાં ઝાડા - ઊલટીના કેસ વધ્યા,બા‌ળકો પણ ઝપેટમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગદું પાણી પીવાથી પણ કેસમાં વધારો થયો

કોરોના બાદ હવે શહેરીજનો બીજી બિમારીમાં સપડાયા છે. ખાસ કરીને ઝાડા અને ઉલટીના કેસો હાલ વિવિધ ક્લિનિકમાં વધુ જોવા મળી રહ્યા છે. અલબત્ત, હોસ્પિટલલાઇઝેશન હાલ એટલું ન થયુ હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે. વધતી ગરમીના લીધે, કેટલાક વિસ્તારમાં આવતુ ગંદી પાણી વગેરેના લીધે આ પ્રકારના રોગો વધ્યા છે. બાળકો પણ તેની ઝડપટમાં આવ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે. હાલ મોટાભાગની ક્લિનિકમાં ઝાડા અને ઉલટીના કેસ આવી રહ્યા છે. જેને ડોકટરો વાયરલ ઇન્ફેકશન તરીકે જોઇ રહ્યા છે.

હાલ બાળકો પણ ઝાડા-ઉલટીની ઝપટમાં આવ્યા છે. શાહપોર પર ક્લિનિક ધરાવતા ડો. જીગ્નેશ ગજ્જર કહે છે કે ગરમીના લીધે કેસ વધ્યા છે. વાયરલ ઇન્ફેક્શન છે. ઝાડા ઉલટીની ઝપટમાં બાળકો પણ આવ્યા છે. નોંધનીય છે કે કોટ વિસ્તારમાં ગંદા પાણીની છુટકારો મેળવવા માટે જ હાલ પાલિકા દ્વારા પાણીની નવી લાઇનો પણ નાંખવામાં આવી છે. ઈન્ફેક્શન ડિસિઝ સ્પેશ્યાલિસ્ટ ડો. ચિરાગ છટવાણીએ જણાવ્યું હતું કે, પાણી ખરાબ આવતુ હોય તો પણ આ સ્થિતિ સર્જાઈ, પરંતુ હાલ ખાવા-પીવાની આદતના લીધે આવુ થઈ રહ્યુ હોવાનું અનુમાન છે. ડી હાઇડ્રેશન પણ એક ઇશ્યુ છે. તેથી હાલ પાણી વધુ પીવુ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...