તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:રાત્રિ કરફ્યુથી ધંધા બંધ થતાં આપે ભીખ માંગી પ્રદર્શન કર્યું

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘોડદોડ રોડના રામચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રર્દશિત કરાયો. - Divya Bhaskar
ઘોડદોડ રોડના રામચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રર્દશિત કરાયો.
 • લોકો પાસે પૈસા નથી અને માસ્કનો દંડ લેવાય છે
 • ધંધા બંધ થતા મોટી સંખ્યામાં લોકો બેરોજગાર

તંત્રના તઘલખી નિર્ણયને લઈ કાપડ, ડાયમંડ, લારી- ગલ્લા, હોટેલ- રેસ્ટોરેન્ટ, જીમ અને દુકાનદારો સહિતના લોકોના ધંધા-રોજગાર પડી ગયા હોવાના આરોપ સાથે ઘોડદોડ રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને હોદ્દેદારો એકત્રિત થઈને ભીખ માગવાનો કાર્યક્રમ કર્યો હતો. આપના કાર્યકરોએ કહ્યું કે, સરકારના તઘલઘી નિર્ણયના પગલે સામાન્ય વેપારીઓ, દુકાનદારો સહિતનાની રોજગારી છીવાઈ છે, જેથી સરકારની આંખ ખોલવા માટે આ વિરોધ પ્રદર્શન કરાયું છે.

વેપાર-ધંધા બંધ થઈ જતા બેરોજગારીનો પ્રશ્ન સૌથી મોટો અને વિકટ બનીને સામે આવી રહ્યો છે. લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે એક મોટો પ્રશ્ન છે.આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ પ્રજાની વચ્ચે જઈને શરૂ કર્યો છે જીમ સિનેમાગૃહો અને રેસ્ટોરન્ટ ઉપર વધુ અસર દેખાય છે. આવકના સાધનો ઉભા થઇ રહ્યા નથી બીજી તરફ સરકાર નિર્દયતાપૂર્વક માસ્કનો દંડ કરી રહી હોય વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો