તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • As Soon As They Started Vaccinating 18+ Youth In Surat, They Lined Up At The Centers And Expressed Their Determination To Defeat Corona.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં 18+ના યુવકોને રસી મૂકવાનું શરૂ કરાતા જ સેન્ટરો પર લાઈન લગાવી કોરોનાને હરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

સુરત14 દિવસ પહેલા
યુવકોએ પહેલા જ દિવસે રસીકરણ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
  • રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુવકો સમય પહેલા જ સેન્ટર પર પહોંચી ગયા

આજથી ગુજરાતમાં નિયત કરેલા જિલ્લામાં અને શહેરમાં 18 વર્ષથી ઉપરના યુવકોને પણ કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત થઈ છે. ત્યારે સુરત શહેરમાં પણ મોટી સંખ્યામાં યુવકોએ રસી મૂકાવવામાં ઉત્સાહ દાખવ્યો છે. વહેલી સવારથી જ યુવકો વેક્સિનેશન સેન્ટર બહાર લાઈન સ્વરૂપે ગોઠવાઈ ગયા હતાં. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય નિયત સમય અગાઉ આવેલા યુવકોએ રસી મૂકાવીને કહ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે તેઓ આગળ આવ્યા છે. તથા રસીના કારણે કોઈ સાઈડ ઈફેક્ટ ન થતી હોવાની વાત પણ યુવકોએ વધુમાં કરી હતી.

સમયની પહેલા જ યુવતીઓ સેન્ટર પર પહોંચી ગઈ હતી.
સમયની પહેલા જ યુવતીઓ સેન્ટર પર પહોંચી ગઈ હતી.

પેમ્પલેટ લઈને યુવાનો આવ્યા
ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ શનિવારે સુરત શહેરના યુવાઓ વેક્સિનેશન લેવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હાથમાં પેમ્પલેટ લઈ વેક્સિનેશન જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય હોવાનું યુવાઓ જણાવી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા શાન્તમ સંસ્થાના કોવિડ સેન્ટર પર હાથમાં પેમ્પલેટ લઈને યુવાઓ વેક્સિનેશન લગાવતા જોવા મળ્યા હતા.

વેક્સિનેશન હથિયાર
માત્ર સુરત મહાનગરપાલિકાના સરકારી કોવિડ સેન્ટરો પર જ નહીં પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા પણ જ્યાં કોવિડ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં આજે યુવાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના યુવાઓએ જણાવ્યું છે કે, કોવિડને હરાવવા માટે માત્ર વેક્સિનેશન જ હથિયાર છે.

વેક્સિન લીધા બાદ કહેવાયું હતું કે કોઈ સાઈડ ઈફેક્ટ ન હોવાથી તમામ લોકો આગળ આવે
વેક્સિન લીધા બાદ કહેવાયું હતું કે કોઈ સાઈડ ઈફેક્ટ ન હોવાથી તમામ લોકો આગળ આવે

વેક્સિનથી ઉજવણી
ગુજરાતમાં આજે સ્થાપના દિવસે આ કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ છે. 18 વર્ષથી ઉપરના યુવાઓ વેક્સિનેશનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાથમાં કોરોના વેક્સિનેશનની જરૂરિયાત અંગેનો પેમ્પલેટ લઇ તેઓ વેક્સિનેશન લેવા માટે સુરતના શાન્તમ સંસ્થા દ્વારા આયોજિત વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા.વેક્સિન લઈને ઘણા યુવકોએ કહ્યું કે, દેશ અને રાજ્યને સુરક્ષિત કરવાની સાથે અમે આ ઉજવણીમાં રસી લીધી છે.

વેક્સિનેશન સેન્ટર બહાર લાઈનો લાગી હતી.
વેક્સિનેશન સેન્ટર બહાર લાઈનો લાગી હતી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો