એરપોર્ટ પર બે ફલાઈટ:બેંગલુરુની ફ્લાઈટ ઉતરી નહીં કે તરત કોલકાતાની લેન્ડ થઈ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એરપોર્ટ પર બે ફલાઈટ સાથે આવી ગઈ
  • કોલકાતાની ફ્લાઈટ 10 મિનિટ વહેલી આવી ગઈ

એરપોર્ટ ઉપર એક સાથે બે ફ્લાઈટ આવી જતાં લેન્ડિંગ કરવામાં થોડી સમસ્યા આવી હતી. જોકે સ્થાનિક સ્તરે એ પ્રમાણે વ્યવસ્થા કરાતાં બેંગલુરુની ફ્લાઈટ લેન્ડ થઈ ગયા બાદ કોલકાતાની ફ્લાઈટે પણ લેન્ડિંગ કર્યું હતું. બેંગલુરુની ફ્લાઈટનો સમય સાંજે 4.15નો છે અને કોલકાતાનીનો 4.25નો છે. જો કે, કોલકાતાની ફ્લાઈટ 10 મિનિટ વહેલી આવી પહોંચતા બે ફ્લાઈટ ભેગી થઈ ગઈ હતી.

શનિવારે સાંજે બેંગલુરુની ફ્લાઈટ સમયસર આવી ગઈ હતી અને કોલકાતાની ફ્લાઈટ પણ એ જ સમયે એરપોર્ટ પર આવી પહોંચી હતી. જો બંને ફ્લાઈટ એક સાથે રન-વે ઉપર આવી જાય તો અકસ્માત થવાની શક્યતા હતી. બંને ફ્લાઈટના પાઇલટોએ ટી સીના સ્ટાફ સાથે ચર્ચા કર્યા બાદ રન-વે ક્લિયર થવાની માહિતી મેળવી હતી.

આ દરમિયાન સુરતના એટીસી સ્ટાફે કોલકાતાની ફ્લાઇટને થોડો સમય રાહ જોવા માટે કહ્યું હતું, ત્યારે બેંગ્લોરની ફ્લાઈટ યોગ્ય રીતે લેન્ડ થઈ શકી હતી અને તે રન-વે ઉપર જ રાઉન્ડ મારીને એરો બ્રિજ પાસે આવી પહોંચી હતી. આ સમય દરમિયાન કોલકાતાની ફ્લાઇટે હવામાં એક રાઉન્ડ મારવો પડ્યો હતો. ત્યાર બાદ સમયસર એરપોર્ટના રન-વે ઉપર લેન્ડ થઈ શકી હતી.

અન્ય સમાચારો પણ છે...