ભાસ્કર એક્સક્લુઝિવ:ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધતા જ શહેરના બિલ્ડરો હવે ફ્લેટ દીઠ પર્સનલ ચાર્જિંગ સ્ટેશન આપવા માંડ્યા

સુરતએક મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
પાર્કિંગમાં દરેક ફ્લેટ દીઠ પર્સનલ ચાર્જિંગ આપ્યા - Divya Bhaskar
પાર્કિંગમાં દરેક ફ્લેટ દીઠ પર્સનલ ચાર્જિંગ આપ્યા
  • હાઈરાઈઝમાં ફલેટના ભાવમાં વઘારો કર્યા વિના ચાર્જિંગ સુવિધા અપાઈ

રાજ્યમાં સૌથી વધારે ઈલેક્ટ્રિક વાહનો વેચાણ સુરત શહેરમાં થઈ રહ્યું છે. પરંતુ ફ્લેટ અથવા હાઈરાઈઝમાં હાલ ચાર્જિંગ સ્ટેશન ન હોવાથી લોકો ઈલેક્ટ્રિક વાહન લેવાનું ટાળી રહ્યા છે.

ભવિષ્ય ઈલેક્ટ્રિક વાહનોનું છે ત્યારે ફ્ચુચરની માંગને જોઈ સુરતના બિલ્ડરો દ્વારા હવે ફ્લેટ અને હાઈરાઈઝમાં પર્સનલ ચાર્જિંગ સ્ટેશન આપવામાં આવી રહ્યાં છે. પર્સનલ ચાર્જિંગ સ્ટેશનથી ફ્લેટના ભાવમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ વધારાની સુ‌વિધા આપી રહ્યા છે.

શહેરની અનેક હોટલોમાં સ્વખર્ચે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા ઉભી કરાઈ
ફ્લેટ અને હાઈરાઈઝમાં ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ન હોવાથી અમુક લોકોએ સ્વખર્ચે ચાર્જિંગ સ્ટેશન ઉભા કર્યા છે. બીજી તરફ શહેરની અનેક હોટલોના પાર્કિંગમાં ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

10-15 એમ્પિયરનો પાવર
દરેક ફ્લેટ દીઠ ચાર્જિંગ સ્ટેશન આપવામાં આર્થિક રીતે ખુબ મોટો તફાવત આવતો નથી. જે ફ્લેટનું ચાર્જિંગ સ્ટેશન હોય તેની ઈલેક્ટ્રિસિટી જે-તે ફ્લેટમાંથી જ લેવામાં આવે છે. 10થી 15 એમ્પિયરનું આ ચાર્જિંગ સ્ટેશન હોય છે.

અત્યારથી જ ભવિષ્યનું પ્લાનિંગ કરી દેવાયું છે
હાલ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ફ્લેટમાં અને હાઈરાઝમાં રહેતા લોકોને ઈલેક્ટ્રિક વાહનોમાં ચાર્જિંગ કરવાની તકલીફ પડે છે, બીજી તરફ હવે ફ્યુચર ઈલેક્ટ્રિક વાહનોનું છે એટલા માટે અમે અત્યારથી જ આવનારા ભવિષ્યનું પ્લાનિંગ કરીને દરેક ફ્લેટ દીઠ પર્સલન ચાર્જિંગ સ્ટેશન આપી રહ્યાં છીએ.’ - એક બિલ્ડર

અન્ય સમાચારો પણ છે...