ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત:કિસાન સંઘના આગેવાનોની 16 જેટલી માગણી, આગેવાનોને સાંભળ્યા બાદ ઉકેલ લાવવા હર્ષ સંઘવીનું આશ્વાસન

સુરત22 દિવસ પહેલા
કિસાન સંઘ દ્વારા કેટલીક માગણીઓને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી.

કિસાન સંઘ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રાજ્ય સરકારની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિસાન સંઘ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી માંગણીના સ્વીકારતા આજે કિસાન સંઘના અગ્રાણીઓ હર્ષ સંઘવીના ઘરે જઈ વિરોધ કરતા પોલીસે ડિટેન કર્યા હતા. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કિસાન સંઘના હોદ્દેદારો સાથે મુલાકાત કરીને સાંભળ્યા હતા

કિસાન સંઘનો વિરોધ
ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળે અને કરમાં રાહત થાય તેવી માંગણી કરવામાં આવી છે. MSP સહિતના પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. ખેડૂતોના ખેતીલક્ષી અનેક પ્રશ્નો હોવા છતાં હજી સુધી ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો. સુરત જિલ્લા કિસાન સંઘના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે છતાં પણ અમને અમારી વાત મૂકવા દેવામાં આવી રહી નથી.

કિસાન સંઘના અગ્રણીઓ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે.
કિસાન સંઘના અગ્રણીઓ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે.

સતત બેઠકો ચાલી રહી છે ઝડપથી ઉકેલ આવશે: હર્ષ સંઘવી
કિસાન સંઘના આગેવાનોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી થયો છે. કિસાન સંઘના અગ્રણીઓ જે રજૂઆત લઈને આવ્યા હતા તેને મેં ખૂબ જ ધ્યાનથી સાંભળી છે અને આગામી દિવસોમાં વધુ ગંભીરતાથી આ મુદ્દાને ઉકેલવા માટે કોર કમિટીમાં ચર્ચા કરીશું.

અન્ય સમાચારો પણ છે...