• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • As Income Doubled, Vegetable Prices Fell By 70%, Cabbage From Rs 22 To Rs 7, Flowers From Rs 35 To Rs 14, Tomatoes From Rs 40 To Rs 10.

કડાકો:આવક બમણી થતાં શાકના ભાવ 70% સુધી ગગડ્યા, કોબી 22થી 7 રૂપિયા, ફ્લાવર 35થી 14, ટામેટાં 40થી 10 થઈ ગયાં

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • APMCમાં ઓક્ટોબરમાં રોજ 120 ટન કોબી આવતી હતી જે હાલ 135 ટન આવે છે
  • ઓક્ટોબર અને નવેમ્બરમાં માર્કેટમાં શાકભાજીના ભાવમાં શું ફેરફાર થયો?

શિયાળાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં શાકભાજીની આવકમાં બમણો વધારો થયો છે. જેથી શાકભાજીના ભાવ 70% સુધી ગગડી ગયા છે. ગત મહિને કોબી 22 રૂપિયે કિલો હતી જે હાલ 7થી 10 રૂપિયે કિલો છે, જ્યારે ફ્લાવર 35 રૂપિયા કિલો હતું જે 15થી 20 રૂપિયા કિલોએ મળી રહ્યું છે. ટામેટાં 40 રૂપિયે કિલો હતાં જે 10થી 15 રૂપિયે કિલો મળી રહ્યાં છે. ખાસ કરીને શાકભાજીની આવકમાં વધારો થવાને કારણે ભાવમાં મોટા પ્રમાણમાં કડાકો જોવા મળ્યો છે.

માત્ર કાંદા અને દૂધીના ભાવમાં વધારો
24 ઓક્ટોબર આસપાસ કાંદાની આવક 250 ટન હતી. જે 24 નવેમ્બર આસપાસ ઘટીને 230થી 240 ટન થઈ ગઈ છે. તો દૂધીની આવક રોજની 15 ટન હતી જે હાલ 10 ટન આવી રહી છે. જેથી કાંદાના ભાવ 15થી 17 જ્યારે દૂધીના 6થી 10 રૂપિયા થઈ ગયા છે. થોડાં દિવસોમાં કાંદાની આવક વધશે.

શાકભાજીની આવક ડબલ કરતાં વધારે
‘શિયાળાની સિઝનમાં શાકભાજીનું ઉત્પાદન વધે છે અને બીજી તરફ ખપત પણ વધારે હોય છે. હાલ શાકભાજીની આવક ડબલ કરતાં પણ વધારે થઈ ગઈ છે. શાકભાજીની આવક વધારે હોવાને કારણે મોટા ભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે.’ > બાબુ શેખ, એપીએમસીના ડિરેક્ટર

શાકભાજીઆવક (ટનમાં)24 ઓક્ટો. કિલોના ભાવઆવક (ટનમાં)24 નવે. કિલોના ભાવ
કોબી120221357
ફ્લાવર603512014
ટામેટા2004025011
મરચા50277020
અદરક40407030
પાપડી12601550
તુવેર50607040
કાંદા2501524017
બટાકા8001360012
દૂઘી1561010
ગીલોડા15152010
રિંગણ20151510
ચોળી340630
અન્ય સમાચારો પણ છે...