કોંગ્રેસની ઓફિસની દિવાલ પડી:સુરતમાં ચોક બજારમાં કોંગ્રેસ સેવાદળ ઓફિસની દિવાલ ધરાશાયી થતાં રિક્ષા સહિતના વાહનો દબાયા, જાનહાનિ નહીં

સુરત5 મહિનો પહેલા
ખખડધજ થયેલી ઈમારતમાં પાણી પણ ટપકતું હતું.
  • નહેરુ દ્વારા કોંગ્રેસ સેવાદળ અને ચોક બજાર ખાતે આવેલા રંગ ઉપવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ ઓફિસની દિવાલ ધરાશાયી થતા કોઇ જાનહાનિ નહીં. દિવાલ નીચે રિક્ષા સહિતના વાહનો દબાયા ઐતિહાસિક કોંગ્રેસ ઓફિસની જાળવણી કરવામાં કોંગ્રેસ નિષ્ફળ થઈ હોવાનું સામે આવી રહ્યું છે.

જર્જરીત ઈમારત હતી
ચોક બજાર સિલ્ક હાઉસ પાસે આવેલી અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળની ઓફિસ જર્જરીત સ્થિતિમાં હતી. આજે સેવાદળની એક તરફની બાજુની દિવાલ ધસી પડી હતી. જે રીતે કોંગ્રેસની સ્થિતિ દૈનિક થઈ રહી છે. તેવી જ રીતે તેમના થકી ઊભી કરેલી ઇમારતો અને મકાનો પણ જર્જરીત થઇ રહ્યા છે. 1955માં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કોંગ્રેસ સેવાદળ અને ચોક બજાર ખાતે આવેલા રંગ ઉપવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એકાએક જ દિવાલ ધસી પડતા દિવાલ પાસે નીચે રહેલા વાહનો અને નુકસાન થયું હતું. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. જર્જરીત તેવા સેવાદળની ઓફિસમાં અત્યારે પણ નિયમિત બેઠકો થતી હતી.

દિવાલ પડી જતાં નીચે પાર્ક થયેલી રિક્ષા દબાઈ ગઈ હતી.
દિવાલ પડી જતાં નીચે પાર્ક થયેલી રિક્ષા દબાઈ ગઈ હતી.

પાણી ટપકતું હતું
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય ઈકબાલ શેખે જણાવ્યું કે, સમયાંતરે અમે નિયમિત રીતે અહીં બેઠકો કરીએ છીએ. પરંતુ ખૂબ જ ઐતિહાસિક અને જૂનું બાંધકામ હોવાને કારણે ઇમારતને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન પણ સતત પાણી ટપકતુ હોવાને કારણે ઓફિસના એક તરફના ભાગને ખૂબ જ નુકસાન થયો હતો. આખરે આજે તે ધરાશાયી થઇ જતાં નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું છે. આ મિલકત હજી ટ્રસ્ટ હેઠળ હોવાને કારણે અમારા દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવ્યો હોવા છતાં પણ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું.