તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:‘આપ’સક્રિય થતાં શાસક પક્ષ નેતા પુણામાં દબાણ દૂર કરાવવા પહોંચ્યા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાસકપક્ષના નેતાએ પુણામાં રાઉન્ડ લઇને દબાણ દૂર કરાવ્યું હતું. - Divya Bhaskar
શાસકપક્ષના નેતાએ પુણામાં રાઉન્ડ લઇને દબાણ દૂર કરાવ્યું હતું.
  • દબાણની જગ્યા પર પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાની સૂચના આપી

પુણા વોર્ડમાં શાસક પક્ષ નેતા સહિતના શાસકોએ રાઉન્ડ લેતાં પ્રાથમિક સુવિધાઓને લગતાં તથા ગેરકાયદે દબાણોના પ્રશ્નો ઉઠ્યાં હતાં. તેમાં, પાલિકાની માલિકીનો સીતાનગર ચોકડી પાસે કોર્નરનો યુટિલિટી માટેનો ટી.પી.ફાયનલ-11 ના પ્લોટ પર અન્યોનો કબજો હોવાની ફરિયાદ મળતાં પોલીસ બંદોબસ્ત મેળવી દબાણ દૂર કરી પ્લોટ પર પે એન્ડ યુઝ ટોઇલેટ બનાવવા સૂચના અપાઈ છે. જ્યારે અન્યો પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ લવાયા હતાં. પાલિકાના શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપૂતે તેમના દત્તક વોર્ડ પુણા વિસ્તારમાં ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ, વોર્ડ અગ્રણી, કાર્યકર્તાઓ સાથે રાઉન્ડ લીધો હતો.

યોગી ચોકથી લઈ સીતાનગર ચોકડી, વિક્રમનગર, રણુજાધામ, નંદનવન સહિત ની સોસાયટી વિસ્તારોમાં 5 કલાક ફર્યા હતાં. ત્યારે સ્થાનિક લોકોના વિવિધ પ્રશ્નોનો મારો ચાલ્યો હતો તેમાં, વધુ સમસ્યા વરસાદી પાણીના ભરાવાની અને ગટર ઉભરાવવાની હતી. તેથી હાજર ઝોનના અધિકારીઓને નિવેડો લાવવા અને જે રસ્તાને 5 વર્ષ થઈ ગયાં હોય તે સીસી રોડ બનાવવા આદેશ આપ્યો છે. ખાડી સફાઈના પ્રશ્ન મામલે ખાડીની સફાઈ ચાલી રહી છે અને તબક્કાવાર આગળ વધારવામાં આવશે તેમ અમિત સિંહ રાજપૂતે જણાવ્યું હતું. તો નારાયણનગરમાં સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન હોય તાત્કાલિક નવી સ્ટ્રીટ લાઈટો નાંખવાની કામગીરી આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...