દુવિધા:ભાજપ-કોંગ્રેસના 10 ઉમેદવારો અન્ય વોર્ડમાં રહેતા હોવાથી પોતાને જ વોટ આપી શકશે નહીં

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સુરત પાલિકાના રેકોર્ડ પ્રમાણે વિવિધ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટી અને અપક્ષના કુલ 484 ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો ચૂંટણી વોર્ડ બહારના વિસ્તારમાં રહેતાં હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી ભાજપા-કોંગ્રેસના 10 ઉમેદવારો અન્ય વોર્ડમાં રહેતા હોવાથી પોતાને જ વોટ આપી શકશે નહીં. ભાજપમાંથી વોર્ડ નં- 8માં ઉમેદવારી કરનાર જીતેન્દ્ર સોલંકી પણ વોર્ડ નં-12ના નિવાસી બોલે છે.

જ્યારે કોંગ્રેસમાંથી વોર્ડ નં-8માં ઉમેદવારી કરનાર પાર્થ લાખાણી પણ વોર્ડ નં-12માં રહે છે. વોર્ડ નં-8ના ઉમેદવાર નરેશ સરવૈયા પણ વોર્ડ નં-7માં રહે છે. વોર્ડ નં-6ના મહીલા ઉમેદવાર લલીતા સોસા મુળ વોર્ડ નં-12માં રહે છે. તો વોર્ડ નં-11માં ઉમેદવારી કરનારા રાજેશભાઇ રાણા વોર્ડ નં-6માં નિવાસ ધરાવે છે. વોર્ડ નં- 1 જહાંગીરપુરા-વરીયાવમાં ઉમેદવારી કરનાર કોંગ્રેસના પ્રમોદીની સાહુ એ. કે. રોડ ઉપર નિવાસ ધરાવે છે. તેવી જ રીતે અન્ય ઉમેદવારોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...