તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ:ઘરમાં પતિની યાદોને જીવંત રાખવા માટે 80 વર્ષના અરૂક્ષા બા 25 વર્ષથી એકલા રહે છે

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિટી ભાસ્કરમાં વાંચો નિસ્વાર્થ પ્રેમની વ્યાખ્યા

પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે અને પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. લોકો પ્રેમ માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છેલ્લા 25 વર્ષથી નાના ઘરમાં રહેતા અરૂક્ષા મજમુદાર છે. પતિએ ખરીદેલા પોતાના પહેલા ઘરમાં રહેલી પતિની યાદો વચ્ચે જીવી શકાય તે માટે તેઓ એકલા રહે છે. કારણ કે 56 વર્ષ પહેલા સામાન્ય સ્થિતિને કારણે તેમના પતિની ઘરની સ્થિતિ સારી ન હોવાને કારણે પરિવારે પ્રેમ લગ્ન માટે ના પાડી હતી. સુરેશ લગ્ન પછી મને મજાકમાં પૂછતાં કે તને લગ્ન કરીને કેવું લાગ્યું ત્યારે હું કહેતી કે દિલ દિયા દર્દ લિયા. વેલેન્ટાઈન દિન નિમિત્તે વાંચો એવી કહાની જેમાં પ્રેમની યાદગીરી રહે તે માટે અરૂક્ષા મજમુદાર આજે પણ એકલા રહે છે.

આજે પણ પેન્શનની રકમ પર સ્વમાન ભેર જીવું છું
મારા લગ્નને 56 વર્ષ થઈ ગયા છે. મને 2 દિકરી અને 1 દિકરો છે. 1965 ની સાલમાં મારા અને સુરેશના પ્રેમ લગ્ન થયા હતા. અમારા લગ્ન માટે બંને પક્ષે પહેલા સંમતિ ન હતી. પરંતુ અમે બંને મક્કમ હતા. મારા ઘરમાં મારી મમ્મીની મંજૂરી ન હતી. કારણકે સુરેશનો પરિવાર એ વખતે ભાડાના મકાનમાં રહેતો હતો. તેમનું પાસે પોતાનું મકાન હતું નહિ. તેઓ વૈષ્ણવ હતા અને અમે બ્રાહ્મણ. લગ્ન પછી પણ કેટલાય વર્ષો સુધી અમે ભાડાના મકાનમાં રહ્યા. ત્રણેય બાળકો મોટા થયા પછી સુરેશે પોતાનું પહેલું ઘર ખરીદ્યું હતું.

1996માં સુરેશનું મૃત્યુ થયું ત્યારે મારી ઉંમર 55 વર્ષની હતી. મારા દિકરાએ મને ઘણું કહ્યું કે આ ઘર વેચી દઈએ. કારણકે જગ્યા નાની પડતી હતી. પરંતુ આ ઘર સુરેશે ખરીદેલું પહેલું પોતાનું ઘર હતું. તેથી મેં વેચવા ના પાડી અને નક્કી કર્યું હતું કે આખું જીવન એકલી રહીશ પણ ઘર તો નહિં જ છોડુ. અને બે જ વર્ષ પછી મારો દિકરો અને તેની પત્ની બીજી જગ્યા પર રહેવા ગયા. એ સમયે હું ભાંગી પડી હતી. ઘણી બધી શારીરિક તકલીફો થવાં માંડી હતી. શરૂઆતમાં મને ઘણી એકલતા લાગતી હતી. પછી ધીરે ધીરે મેં વિવિધ સંસ્થાઓમાં જવાનું શરૂ કર્યું. અને મારી બુદ્ધિકક્ષાથી વિવિધ પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. આજે હું નૃત્ય, સંગીત, વાંચન, લેખન સહિત સાંસ્કૃતિક અને ધાર્મિક બંને પ્રવૃત્તિઓ કરું છું. શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે નૃત્ય અને અન્ય પ્રવૃત્તિ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો