• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Artisan Gets Trapped After Interrogation In Surat 90 Lakh Theft Case, Family Refuses To Accept Body With Demand For Justice

આત્મહત્યા:સુરતમાં 90 લાખની ચોરીના કેસમાં પૂછપરછ બાદ કારીગરે ફાંસો ખાધો, પરિવારે ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો

સુરત10 દિવસ પહેલા
યુવકના આપઘાત બાદ પરિવારજનોએ સવાલો ઉઠાવ્યાં હતાં.(મૃતકની ફાઈલ તસવીર)
  • પરિવારે આક્ષેપ કર્યો કે, આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે
  • પોલીસે ફોરેન્સિક પીએમની દિશામાં કાર્યવાહી આગળ વધારી

સુરતના ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં 90 લાખની ચોરીના પ્રકરણમાં પોલીસ દ્વારા પૂછપરછ કરી છોડી દેવાયેલા એક કારીગર એ જ ફ્લેટમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.જેથી પરિવારજનોએ આરોપ લગાડ્યો હતો કે, ભાઈ અજિતને ચોરીના આરોપસર માર મારી લટકાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહિ પણ આવા આરોપ કંપનીના માલિક પર લાગતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ફોરેન્સિક PM ની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. જોકે ન્યાય નહીં મળે ત્યાં સુધી લાસ નો કબજો નહીં લેશે એવું પરિવારે જણાવતા પોલીસે પોસ્ટ મોર્ટમ રૂમ બહાર બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પૂછપરછ બાદ છોડી દેવાયા પછી આત્મહત્યા કરી હતી.
પૂછપરછ બાદ છોડી દેવાયા પછી આત્મહત્યા કરી હતી.

ફર્નિચર બનાવવાનું કામ કરતો હતો
રતનેશ કુમાર બિંદ (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે, અજિત બીન્ડ ઉતર પ્રદેશનો રહેવાસી છે. ત્રણ ભાઈઓમાં બીજા નંબરનો ભાઈ છે. વેસ્ટર્ન કન્સ્ટ્રક્શનમાં ફર્નીચર બનાવવાનું કામ કરતો હતો. 2-3 દિવસ પહેલા કંપનીની ઓફિસમાંથી રોકડ રૂપિયા 90 લાખની ચોરી થઈ હતી. જેની તપાસમાં પોલીસ લગભગ 6 થી વધુ કારીગરોને પૂછપરછ માટે લઈ ગઈ હતી. ત્યારબાદ અજિતનો જવાબ લખી ને છોડી દીધો હતો. ચોરીના 24 કલાક બાદ અજિત એ જ સ્થળે થી બપોરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે કંપનીએ પરિવારને મોડી સાંજે જાણ કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે અજિતના મૃતદેહનું ઇન્કવેસ્ટ ભરી પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં લઈ આવી હતી.

મૃતકના પરિવારજનોએ આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી.
મૃતકના પરિવારજનોએ આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી.

ન્યાયની માગ કરાઈ
આજે સવારે પોસ્ટ મોર્ટમ રૂમ બહાર પરિવારે અજિતની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. ન્યાય નહિ મળે તો મૃતદેહ અંતિમ વિધિ માટે નહીં લઈએ એવું કહેતા પોલીસ દોડી આવી હતી. પરિવારની માગણી બાદ પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય લઈ આગળની તપાસ શરૂ કરી છે.