વર્લ્ડ સિટી સમિટમાં પાલિકાની માંગ:સુરતમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ લેબ જરૂરી, અંડરગ્રાઉન્ડ નેટવર્કનું લીકેજ જાણી શકાશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં અંડરગ્રાઉન્ડ પાણી-ડ્રેનેજ સહિતના નેટવર્કમાં કોઈ પણ લીકેજ હોય તો તેની જાણ ઈન્ટેલીજન્સી સીસ્ટમથી જાણી શકાય તે માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી લેબ તૈયાર કરી આપવા માટેની માંગણી તાજેતરમાં સિંગાપોરમાં યોજાયેલ વર્લ્ડ સિટી સમિટમાં સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી.

પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ વર્લ્ડ સ્માર્ટ સમિટને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અંતર્ગત સુરતમાં ઈન્ફોર્મેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર થઇ રહ્યું છે. જેનું કામ હાલ પૂર્ણતાને આરે છે. તેમાં જ આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સી લેબ તૈયાર કરી આપવામાં આવે તેવી પાલિકા તરફથી કરાઈ હતી.

મ્યુ.કમિશનરે વધુમાં જણાવ્યું કે, માસ્ટર કાર્ડ સાથે સીટી પોસીબલ નેટવર્ક પ્રોગ્રામ અંતર્ગત ભારત દેશમાંથી સર્વપ્રથમ સુરતની પસંદગી કરવામાં આવી છે. સુરત શહેરમાં ભવિષ્યમાં મેટ્રો સાકાર થશે તેમજ હાલમાં માસ ટ્રાન્સપોર્ટેશનમાં સીટી બસ, બીઆરટીએસ પણ કાર્યરત છે. જેમાં સુરત મની કાર્ડ ઉપયોગી છે. પરંતુ માસ્ટર કાર્ડનો ઉપયોગ પાલિકાની સેવામાં થાય તો તેનો ઉપયોગ વધશે અને લોકોને પણ તેનો ફાયદો થાય તેમ હોય, માસ્ટર કાર્ડ સાથે ટાઈઅપ કરવા પાલિકા વિચારણા કરી રહી છે. આ માટે માસ્ટર કાર્ડની ટીમ ભવિષ્યમાં સુરત આવશે.

અન્ય સમાચારો પણ છે...