તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા:લિંબાયતમાં બજાર ભરાતા કલમ 144ના ધજાગરા ઉડ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાં સો. ડિસન્ટન્સિંગના ધજાગરા - Divya Bhaskar
લિંબાયતમાં સો. ડિસન્ટન્સિંગના ધજાગરા
  • બજારમાં લોકો માસ્ક વિના ફરતા દેખાયા
  • વિડીયો ફરતો થતાં પાલિકાની તપાસ શરૂ

શહેરમાં કોરોનાને લઇ 144ની કલમ લાગુ કરી જાહેરમાં 4 કે તેથી વધુ વ્યકતિ ભેગા થવા પર પ્રતિબંધ છે, પરંતુ લિંબાયતમાં દિનદહાડે શનિવારી બજારમાં હજારો લોકો ખરીદી કરતા દેખાતા હોવાનો વિડીયો ફરતો થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

આ વિડીયો લિંબાયત શનિવારી બજારના મુસ્લિમ રહેણાંક વિસ્તારનો હોવાનું નજરે પડે છે. મોટાભાગના લોકો માસ્ક વગર જ ફરી રહ્યા છે. બજારમાં ભીડ હોઇ સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા છે. આ વિડીયો ફરતો થતાં મ્યુ.તંત્રે તપાસ શરૂ કરાવી છે.

એરપોર્ટ પર મહિનામાં 7081 કેસ મળ્યા
એપ્રિલમાં કોરોના પીક પર હતો ત્યારે પાલિકા દ્વારા શહેરના વિવિધ પ્રવેશદ્વાર, સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર ટેસ્ટીંગ વધાર્યું હતું. વિતેલા એક મહિનામાં કુલ 2,53,089 ટેસ્ટ કરવામાં આવતાં 7081 પોઝિટિવ કેસ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...