કિડનીના નામે ઠગાઈ:સુરતમાં કિડનીના બદલે 4 કરોડ આપવાના નામે થયેલી છેતરપિંડીમાં વધુ એક નાઇઝેરીયનની બેંગ્લોરથી ધરપકડ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇઝેરીયન સાગરિતને બેંગ્લોરથી ઝડપી પાડ્યો. - Divya Bhaskar
બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇઝેરીયન સાગરિતને બેંગ્લોરથી ઝડપી પાડ્યો.
  • દેશની 40 જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ પણ બનાવી લોકો સાથે ઠગાઈ કરી

સુરત ઠગબાજ નાઇઝેરિયન ગેંગ દ્વારા લોકોને કિડનીના બદલામાં ચાર કરોડ રૂપિયાથી માંડી સાત કરોડ રૂપિયા આપવા સુધીની લાલચ આપી ઠગાઈ પ્રકરણમાં પોલીસે વધુ એક નાઇઝેરીયનની ધરપકડ કરી છે. આ ઠગબાજ ગેંગે દેશની 40 જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ પણ બનાવી લોકો સાથે ઠગાઈ કરી છે. વેબસાઇટમાં લોભામણી જાહેરાત કરી ટોળકીએ નાનપુરાના કાર દલાલને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 14.78 લાખ ખંખેરી લીધા બાદ પોલીસે ત્રણ નાઈઝેરિયનને ઝડપી લીધા હતા. જોકે હવે સાઇબર ક્રાઇમ પોલીસે આ ત્રણેય આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇઝેરીયન સાગરિતને બેંગ્લોરથી ઝડપી પાડી પોલીસે તેની ધરપકડ કરી છે.

હોસ્પિટલનો આઈકાર્ડ બતાવી અને સર્ટિફિકેટ બતાવી વિશ્વાસ કેળવ્યો હતો
નાનપુરા હબીબશા મહોલ્લોમાં રહેતા અને કાર દલાલીનું કામ કરતા અરબાઝ સેહબાઝ રાણાએ તેની બહેનના લગન્માં ખર્ચ કરતા દેવુ થઈ ગયું હતું. જેથી અરબાઝે ઓગસ્ટ 2020 માં કિડની વેચવાની વિચાર કરી ગૂગલમાં સેલ કિડની મની સર્ચ કર્યું હતું. જેમાં એક વેબસાઈટમા ક્લીક કરતા ડો, શિલ્પા કુમારનું નામ અને મોબાઈલ નંબર હતો તેની સાથે બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલનો ફોટો પણ હતો. અરબાઝે ફોન કરતા કટ થઈ ગયો હતો. થોડાવારમાં સામેથી વોટ્સઅપ કોલ કરી માહિતી મેળવી હોસ્પિટલનો આઈકાર્ડ બતાવી રજિસ્ટ્રેશન પેટે 10 હજાર ભરાવી ધી બોર્ડ ઓપ નેફ્રોલોજી એક્ઝામીન વીથનેશનલ કિડની ફેડરેશન સર્ટિફિકેટ મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ખાતામાં બે કરોડ આવશે કહી ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 35 હજાર પડાવ્યા હતા.

ગેંગે કાર દલાલ પાસેથી ટુકડે ટુકડે કરી રૂપિયા 14,78,400 ખંખેરી લીધા
બીજા દિવસે આરબીઆઈ આઈડી પરથી મેઈલ કરી 2 કરોડ જમા થઈ ગયા હોવાનું કહી ટુકડે ટુકડે કરી રૂપિયા 14,78,400 ખંખેરી લીધા હતા. આટલી મોટી રકમ જમા કરાવ્યા પછી પણ બે કરોડ જમા નહી થતા અરબાઝ બેગ્લોરની હોસ્પિટલમાં તપાસ કરવા માટે ગયો હતો ત્યારે તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમની ટીમે ટોટી ડેગો ગ્રેગોરી કૌફડુ ટોટી ઓગસ્ટિન (ઉ.વ.33.૨હે, નારાયજ્ઞપ્પા લેઆઉટસ વિગ્રોનગર બેગ્લોર, મૂળ પ્રશ્ચિમ આફિકા) અને ટીકેન્દ્રજીત ધીરેનચંદ્રા બોરો (રહે, બેગ્લોર) અને ગ્રોગોરીને ઝડપી પાડ્યા બાદ આજરોજ તેમને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર પૌલ કેમેરા પેટેરને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો છે.