તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરખાનામાં દારૂ:સુરતમાં ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપાયું, 3 આરોપીની ધરપકડ

સુરત21 દિવસ પહેલા
ટેમ્પોમાં ચોરખાના બનાવી સંતાડેલી દારૂની 827 નંગ બોટલોને ઝડપી પાડી.
  • બે આરોપીઓની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

સુરતના ડીંડોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ જાહેર રોડ ઉપરથી ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીના રેકેટને ઝડપી પાડ્યું છે. એટલું જ નહીં પણ દારૂના કેસમાં વોન્ટેડ આરોપી દ્વારા કરાતી હેરાફેરીને ઉઘાડું પાડી ત્રણ જણાને રૂપિયા 1 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 3.62 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની 827 નંગ બોટલોને ઝડપી પાડી
ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક દારૂની હેરાફેરીના કુખ્યાત વોન્ટેડ આરોપીઓ દારૂનો મોટો જથ્થો સુરતમાં ઘુસાડી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે સરથાણા સીમાડા નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા શકમંદ ટાટા ટેમ્પોની તપાસ કરતા સામાન મુકવાની જગ્યા ઉપર ચોરખાના બનાવી દારૂની 827 નંગ બોટલોને ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો એક લાખનો, મોબાઈલ ફોન અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હાલ ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે.

પોલીસે કુલ્લે રૂપિયા 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસે કુલ્લે રૂપિયા 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પકડાયેલા આરોપીઓ

  • વિશ્વ ધનજીભાઇ પરમાર ઉ.વ.26 રહેવાસીએસકે સદન બિલ્ડીંગ ફેટ નંબર 104 ભૈયાનગર પુણાગામ સુરત મૂળગામ ખરાટી તા.ધોળકા જિ. અમદાવાદ
  • અજય મોહનલાલ ટોક ઉવ.28 રહેવાસી-106, ક્રિષ્નાનગર સોસાયટી સીતાનગરની બાજુમાં પુણાગામ સુરત મૂળગામ સૌજત તા.સૌજત જિ.પાણી (સજસ્થાન)
  • ગોવિંદસીંગ જીતવારસીંગ યાદવ ઉ.વ.27 રહે. 106, ક્રિષ્નાનગર સોસાયટી સીતાનગરની બાજુમાં પુણાગામ સુરત મૂળગામ હુસેનપુર કુઠીયા પોસ્ટ સંતોષપુર થાના બસરેહર જિ. ઇટાવા (યુપી.)
દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

વોન્ટેડ આરોપીઓ

  • ભૈરવીંગ મારવાડી રહે. કામરેજ સુરત
  • ભૈરવસીંગ મારવાડીનો ડ્રાઇવર જેના નામઠામની ખબર નથી