દારૂની હેરાફેરી:નવસારી ધોળા-પીપડા હાઇવે ઉપરથી દારૂ ભરેલી કાર લઈને ભાગતા સુરતના યુવકની ધરપકડ, 6.38 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આરોપી ભાજપનો કાર્યકર્તા હોવાની ચર્ચાએ જોર પકડ્યું

નવસારી ધોળા-પીપડા હાઇવે ઉપરથી દારૂ ભરેલી કાર લઈને ભાગતા સુરતના એકને સુરત વિઝીલનસ ની ટીમે વાડા ગામ નજીકથી ઝડપી પાડી 6.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલો ભાલચંદ્ર ભાસ્કરરાવ દેસલેની કારમાંથી પોલીસને 42 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવતા ગુનો નોંધી મરોલી પોલીસે તપાસ શરૂ કરાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાલચંદ્ર ભાસ્કરરાવ દેસલે દારૂ સાથે પકડાયા બાદ તે ભાજપનો કાર્યકર્તા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પોલીસે પીછો કરી આરોપીને પકડ્યો
મરોલી પોલીસે જણાવ્યું હતું કે તાજેતરમાં સુરત આઈજી દ્વારા બનાવવામાં આવેલી દારૂ-જુગાર માટેની ક્રોસ રેડ ટીમના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ધોળા-પીપડા હાઈવે પાસેથી એક મારુતિ કંપનીની કાર (GJ-05-RA-1613) પર શંકા જતા ઉભી રહેવા માટે સિગ્નલ અપાયા હતા. જોકે કાર ચાલક કાર લઈ ભાગી ગયો હતો. જેનો પીછો કરી મરોલી વાડા ગામ નજીક આંતરીને કારની તપાસ કરતા નાની મોટી 42 નંગ દારૂની બોટલ મળી આવી હતી.

ભાજપનો કાર્યકર્તા હોવાની દમદાટી મારી હોવાની ચર્ચા
પેટ્રોલીંગની ટીમ ભાલચંદ્ર ભાસ્કર દેસલેને દારૂ ભરેલી કાર સાથે મરોલી પોલીસ સ્ટેશન લઈ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભાલચંદ ભાજપનો કાર્યકર્તા હોવાની દમદાટી મારી પોલીસ પકડમાંથી છૂટવાનો પ્રયાસ પણ કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આવતી કાલે ભાલચંદ્ર દેસલેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી તપાસનો દોર આગળ ચલાવશે.