આરોપી ઝડપાયા:સુરતમાં બંદૂકની અણીએ અપહરણ કરી માર મારવાની સોપારી આપવાના ગુનાના નાસતા ફરતા 3 આરોપી 22 વર્ષે મધ્યપ્રદેશથી ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ આરોપી મધ્યપ્રદેશના મુરૈના ખાતેથી ઝડપાયા. - Divya Bhaskar
ત્રણ આરોપી મધ્યપ્રદેશના મુરૈના ખાતેથી ઝડપાયા.
  • 1999માં ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો

સુરતમાં 1999માં વરછામાંથી બંદૂકની અણીએ અપહરણ કરી માર મારવાની સોપારી આપવાના ગુનાના નાસતા ફરતા 3 આરોપી 22 વર્ષે મધ્યપ્રદેશના મુરૈના ખાતેથી ઝડપાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વતનમાં જમીન બાબતે ચાલતી તકરારની અદાવતમાં અપહરણ અને મારવાની 20 હજારમાં સોપારી આપી હતી.

રૂ.20 હજારમાં સોપારી આપી હતી
મળતી માહિતી પ્રમાણે, રામબરન ધૃતરામ કુસ્વાહ (ઉ.વ.29, ધંધો-હિરા ઘસવાની મજુરી) અને આરોપીઓ 1999માં વરાછા વિસ્તારમાં એકબીજાની આજુબાજુમાં રહેતા હતા અને તેઓ બધા હિરા ઘસવાની મજૂરી કામ કરતા હતા. રામબરન અને આરોપીઓ દુરના સંબંધીત મામા ભાણેજ થતા હોય તેઓનો વતનમાં જમીન બાબતમાં ઝઘડો તકરાર ચાલતો હતો. જેની અદાવત રાખી હાલ પકડાયેલ આરોપીઓએ ગોકુળ ભાણાભાઈ ભરવાડ અને ભરત ઉર્ફે ગોપાલ રામસીંગ રાઠોડ રામબરનનું અપહરણ કરી માર મારવા માટે રૂ.20 હજારમાં સોપારી આપી હતી.

અપહરણ કરી 10 હજારની ખંડણી પણ લીધી હતી
ગોકુળ અને ભરતે રામબરનને તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી વરાછા લંબેહનુમાન રોડ પરથી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.10 હજારની ખંડણી લઈ નાસી ગયા હતા. આ ગુનામાં આજદિન સુધી એક આરોપી ગોકુળ ભાણાભાઈ ભરવાડ પકડાયેલ હતો. તે સિવાય સોપારી આપનાર મુખ્ય આરોપીઓ સુરત શહેર છોડી નાસી ગયો હતો. આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતો. જેથી ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ માણસોએ ખાનગી બાતમીદાર થકી આરોપીઓ વિશે માહીતી એકત્રીત કરી આરોપીઓ હાલ દિવાળી તહેવાર આવતો હોય જેથી તેમના વતન આવ્યા હોવાની મળેલ હકીકત આધારે તેઓને પકડી પાડ્યા છે.

ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
ડી.સી.બી.પો.સ્ટે.ના નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધાર મધ્યપ્રદેશ રાજ્યમાં મુરૈના જિલ્લામાં આવેલ તરેણી ગામ ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હોતમીંગ ઉર્ફે ગૌતમસીંગ રતનસીંગ કુસ્વાહ (ઉ.વ.45), શ્રીકૃષ્ણસીંગ રતનસીંગ કુસ્વાહ (ઉ.વ.48) અને રામરૂપ રતનસીંગ કુસ્વાહ ઉ.વ.41)ને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનાની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.