આરોપી ઝડપાયા:સુરતમાં નવા વર્ષે પેટ્રોલ પંપમાં થયેલી બોલાચાલીની અદાવતમાં યુવકની હત્યા કરનાર બે આરોપીની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
ધક્કામુક્કી કર્યા બાદ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
  • ગોડાદરા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી

સુરતના ગોડાદરા વિસ્તારના પેટ્રોલ પંપ પર નવા વર્ષના રોજ પેટ્રોલ ભરવાની લાઈનમાં ઊભા રહેવાની નજીવી બાબતે ઝઘડો થતાં ત્રણ અજાણ્યા ઇસમે જયેશ જમાદાર નામના યુવકની હત્યા કરી નાખી હતી. હત્યા કરનારાઓ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીના ગુનામાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી બે આરોપીઓને ઝડપી પાડયા છે.

પેટ્રોલ ભરવાની લાઈનમાં ઊભા રહેવાની નજીવી બાબતે ઝઘડો
મૃતક જયેશ જમાદાર ઓનલાઇન પાર્સલનું કામ કરતો હતો. ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્ક્વેર નજીક પેટ્રોલ પંપ ઉપર પોતાની મોટરસાયકલ લઈને તેના મિત્ર સાથે ગયો હતો. પેટ્રોલ ભરવા માટે લાઇનમાં ઊભા હતા તે દરમિયાન અન્ય ત્રણ ઈસમો લાઈનમાં ઉભા હતા. તેમણે જયેશને ખસી જવા માટે કહ્યું હતું. જયેશે તેને પ્રત્યુત્તર આપતાં થોડી વાર રાહ જુઓ એવું કહ્યું હતું. આટલી નજીવી વાતની અદાવત રાખીને અજાણ્યા ઈસમોએ તેને પેટ્રોલ પંપની બહાર આવવા કહ્યું હતું. જયેશ જ્યારે પેટ્રોલ પંપ પરથી બહાર નીકળી સર્વિસ રોડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ ત્રણેય અજાણ્યા ઈસમોએ તેને ઊભો રાખીને તેના ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. જયેશ જમાદારના પગમાં તિક્ષ્ણ હથિયારના ઘા લાગતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.

હત્યા કરનારાઓ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીના ગુનામાં નોંધાઈ ચૂક્યા છે.
હત્યા કરનારાઓ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીના ગુનામાં નોંધાઈ ચૂક્યા છે.

પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા
ગોડાદરા પીઆઇ એમ.વી ગામીતે જણાવ્યું કે પેટ્રોલ પંપ ઉપર થયેલી બોલચાલીને કારણે અજાણ્યા ઈસમોએ જયેશ જમાદારને પેટ્રોલ પંપની નજીકના સર્વિસ રોડ ઉપર ઊભો રાખીને તેના પર ધક્કામુક્કી કર્યા બાદ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયેશ જમાદારનું મૃત્યુ થયું હતું. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.