સુરત પોલીસે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. અને આ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. જોકે આ ગેંગનો સાગરિત આઝાદ પઠાણ છેલ્લા એક વર્ષથી ફરાર હતો તેને પણ હવે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સામે હાફ મર્ડર અને હથિયાર સાથે ધાડ સહિતના 3 ગુના પણ નોંધાઈ ચુક્યા છે
છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
સુરતમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે આંતક મચાવતી ગેંગ સામે સુરત પોલીસે લાલ આંખ કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીઓને પકડીને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. સુરતમાં આંતક મચાવી રહેલી વિપુલ ગાજીપરા ગેંગ સામે પણ ગુનો નોંધાયો હતો અને હવે પોલીસે આ ગેંગના સાગરિત અને છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આઝાદ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો છે.
વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
આ ગેંગનો સાગરિત આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા ગુનો દાખલ થયો ત્યારથી જ સુરત શહેર છોડી નાસ્તો ફરતો હતો. સુરત પોલીસ છેલ્લા 1 વર્ષથી તેને પકડવા માટે મહેનત કરતી હતી. જોકે આખરે આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ સુરત બસ સ્ટેન્ડ ગરનાળા પાસે આવેલો છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે તેને વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી ડીસીબી પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો તેમજ ભૂતકાળમાં તેની સામે લાલગેટ પોલીસ મથકમાં હાફ મર્ડર, કતારગામ અને વરાછા પોલીસ મથકમાં હથિયાર સાથે ધાડનો ગુનો નોંધાયો હતો.
અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપી
સુરતમાં પોલીસે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અગાઉ ગેંગના લીડર વિપુલ ડાહ્યાભાઈ ગાજીપરા તેમજ ગેંગના સાગરિતો ડેનીશ ઉર્ફે નાનો ડેનીયો, રમેશચંદ્ર ખત્રી બિલાડાવાળા, અલ્તાફ ગફુરભાઈ પટેલ, શશાંકસિહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંગ ભારદ્વાજ, ઉજવલદીપ ઉર્ફે યુડી બ્રીજ મોહનસિગ રાજપૂત, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલ કુમાર ઉર્ફે પોપીન ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે મામ ચંદ અને મોહમદ ઇલીયાસ મોહમદ બિલાલ કાપડિયાની ધરપકડ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.