તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:યુવતીને કારમાં બેસાડી સંબંધ બાંધવા દબાણ કરતા ધરપકડ, યુવકે કોલેજીયન યુવતીને માર પણ માર્યો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અઠવાલાઇન્સની કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા યુવકે કોલેજીયન યુવતીને કારમાં બેસાડી જબરદસ્તી શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કરી માર માર્યો હતો. જેને લઈને યુવતીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કોલેજીયન યુવક રોહિત સોમન મંડલ(25)(રહે, સંતોષનગર, પર્વતગામ, લિંબાયત)ની સામે ગુનો નોંધી રવિવારે મોડીરાતે ધરપકડ કરી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, રોહિત મંડલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં તે માર્કેટમાં નોકરી કરે છે. તેના પિતા પર્વતપાટિયામાં કરિયાણાની દુકાન ચલાવે છે.

રોહિત મંડલે પહેલી સપ્ટેમ્બરે 18 વર્ષની કોલેજીયન યુવતીને અઠવાલાઇન્સ પાસેથી કારમાં બેસાડી હતી. પછી તેની સાથે શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. યુવતીએ ના પાડતા યુવકે તેને તમાચો મારી દીધો હતો. જેને લઈ યુવતીએ માતા સાથે આવી ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...