તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દંડ મુદ્દે પોલીસ સાથે માથાકુટ કરતા ધરપકડ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણ પોલીસની પીસીઆર વાનમાં ફરજ બજાવતો પો. કો. રાહુલ મનુભાઇ મંગળવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાનમાં એલ પી સવાણી રોડ પર આવેલી આશાપુરી ફેશન પાસે માસ્ક પહેર્યા વગર ઉભેલા દિનેશ હાજરીસિંગ રાજપુત (રહે, પ્રતિક્ષા એપાર્ટમેન્ટ અડાજણ)ને અટકાવી માસ્ક પહેર્યું ન હોવાથી દંડ વસુલ કરવાની કાર્યવાહી કરતા દિનેશ ઉશ્કેરાયો હતો. પો કો રાહુલ સાથે બોલાચાલી કરીને ગાળો આપવા લાગ્યો હતો. બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી રાહુલની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...