ધરપકડ:પતિને ગૌમાંસ ખવડાવીને આપઘાત માટે મજબૂર કરનાર પત્નીની ધરપકડ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉધનામાં પત્ની-સાળાએ મારી નાખવાની ધમકી પણ આપી હતી
  • હજી સાળો ફરાર છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

ઉધનામાં સાળા અને પત્નીએ મળી પતિને મારી નાખવાની ધમકી આપી ગૌમાસ ખવડાવ્યું હતું. આથી પતિએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ગુનામાં ઉધના પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી ઈસ્માઈલ શાહ(27)(પટેલનગર સોસા,ઉધના,મૂળ રહે,યુપી)ની ગુરુવારે ધરપકડ કરી હતી. જયારે સોનમનો ભાઈ હજુ ભાગતો ફરે છે.

ઉધનાની મિલમાં માસ્તર તરીકે નોકરી કરતા રોહિતસિંગએ ફેસબુક પર સ્યૂસાઇડનોટ અપલોડ કરી આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડ નોટમાં પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માસ ખવડાવ્યું હતું. જેના કારણે આ પગલું ભર્યુ છું. આ ઘટના 2 મહિના પહેલા બની હતી. વતનથી એક મિત્ર મારફતે મૃતકના ભાઈને આપઘાતની ખબર પડી હતી. આથી માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી છે.

27 વર્ષીય રોહિત સિંગ ડ્રાઇગ મિલમાં નોકરી કરતો તે વખતે મિલમાં નોકરી કરતી સોનમ અલી સાથે પ્રેમ થયો હતો. સોનમ મુસ્લિમ હોય અને તેના અગાઉ લગ્ન થયેલા હોય જેના કારણે પરિવારજનોએ રોહિતસિંગને લગ્ન કરવાની ના પાડી હતી અને લગ્ન કરે તો અલગ રહેવાની વાત કરી હતી. આથી રોહિત સિંગ પરિવારને છોડી સોનમ સાથે 1 વર્ષથી રહેતો હતો અને પરિવાર સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.

રોહિતસિંગને પત્ની અને સાળા મુક્તાર અલીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌ-માસ ખવડાવ્યું હતું. જેના કારણે રોહિતસિંગએ 27મી જુને બપોરના સમયે ઘરે ફાંસો ખાઈ લીધો હતો. રોહિતસિંગના મોતની ખબર પરિવારને આપી ન હતી અને અંતિમ સંસ્કાર મકાન માલિકે પાસે કરાવ્યા હતા. 2 મહિના પછી પરિવારજનોને સોસીયલ મીડિયાથી ખબર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...