તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના પ્રોટોકોલના ધજાગરા:ગણેશ ચતુર્થીને લઈ ઢોલ વગાડતો વીડિયો બનાવનારાની ધરપકડ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 મિત્રો વીડિયો બનાવી યુ-ટ્યૂબ પર મૂકવાના હતા

ગણેશ ચતુર્થીનો તહેવાર આવવા પહેલા 15 જેટલા યુવકોએ ડુમસ પોલીસ સ્ટેશનથી 50 મીટરના અંતરે બાઇદયાકોરમાં ઢોલ નગારા સાથેનો કાર્યકમ રાખી તેનો વિડીયો બનાવતા હતા. તે પહેલા ડુમસ પોલીસે ત્યાં પહોંચી જઈ શૂંટીગ અટકાવી સંચાલક રોશન ભીખુ ભાવસાર(રહે,ચંદ્વલોક સોસા,પર્વતગામ)ની સામે એપેડેમીક એકટ અને જાહેરનામા ભંગ હેઠળનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

વધુમાં યુવકોએ માસ્ક પણ પહેર્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ ભંગ કર્યો હતો. ડુમસ પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે બાઈદયાકોર આવેલું છે. જયા જુના અસલ મકાનો છે. જેમાં શૂંટીગ કરવા માટે રવિવારે બપોરે 15 જેટલા યુવકો આવ્યા હતા. ઢોલ નગારા વગાડીને યુવકો પોતાની મસ્તીમાં હતા. જેમાં એક યુવક વીડિયો બનાવતો હતો. પોલીસે શૂંટીગ બાબતે યુવકને પૂછતાં તેણે યુ-ટ્યુબ પર અપલોડ કરવા માટે વિડીયો બનાવતા હોવાની વાત કરી હતી. વધુમાં યુવકે શૂંટીગ માટે પરમિશન લેવા પોલીસમાં અરજી કરી હતી. જો કે પરમિશન આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...