કામગીરી:અમરોલીમાં રત્ન કલાકારના આપઘાતમાં વેપારીની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાપડ વેપારીના ઉઘરાણી સમયનાં ફૂટેજ મળ્યાં

અમરોલી છાપરાભાઠામાં રત્નકલાકારના આપઘાત મામલે અમરોલી પોલીસે દુષ્પ્રેરણા ગુનામાં કાપડ વેપારીની ધરપકડ કરી છે. કાપડના વેપારી ધવલ મણીયાર(30)(રહે,કતારગામ)એ પણ આવાસમાં મકાન લેવા માટે રત્નકલાકાર હિતેશ વાઘાણીને દોઢ લાખની રકમ આપી હતી. જે દિવસે રત્નકલાકારે આપઘાત કર્યો તે દિવસે હિતેશના પિતા અને ભાઈના ઘરે કાપડનો વેપારી પૈસા માંગવા આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે વેપારીની ધરપકડ કરી છે.

આ પહેલા 2 આરોપી કોર્ટમાંથી આગોતરા જામીન લઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. રત્નકલાકારે 5 જણાની પાસેથી આવાસમાં મકાન અપાવવાના નામે ફોર્મ આપી ડ્રોમાં મકાન લાગશે એવું કહી 3.50 લાખથી 4 લાખની રકમ લીધી હતી. જેથી તમામ રૂપિયાની ઉઘરાણી કરતા હતા. હિતેશ વાઘાણી 27મી ઓકટોબરે સાંજે એપાર્ટમેન્ટના કેમ્પર્સમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા. બાદમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...