ફરિયાદ:CRPFનો રોફ જમાવી પોલીસ સાથે ઝઘડો કરનારની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડાજણ પાટીયા પાસે ડાયવર્ઝન બાબતે ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો
  • આરોપી પાસેથી તેના બનેવીના CRPFના આઇકાર્ડની નકલ મળી

પોતે સેન્ટ્રલ પોલીસમાં હોવાનો રોફ જમાવી ટ્રાફિક જવાન સાથે ઝઘડો કરનાર વિરુદ્ધ રાંદેર પોલીસમાં ગુનો દાખલ થતા તેની ધરપકડ કરાઇ હતી. પોલીસથી મળેલી માહિતી મુજબ રવિવારે સાંજે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકી સ્ટાફ સાથે અડાજણ પાટિયા પાસે ફરજ પર હતા. ત્યાં ટ્રાફિક જામ થતા વાહનોને અડાજણ ડેપો તરફ ડાયવર્ઝન આપ્યું હતું. તે સમયે એક બાઇક સવાર જીલાની બ્રિજ તરફથી આવ્યો હતો. કેતન સોલંકીએ તેને ડાયવર્ઝન તરફ જવાનું કહેતા બાઇક સવાર ઉશ્કેરાયો હતો. તેણે ટ્રાફિક પોલીસને પોતે સીઆરપીએફમાં હોવાનું જણાવીને ઝઘડો કર્યો હતો.

ટ્રાફિક પોલીસે તેનું આઈકાર્ડ લઇ તપાસ કરતા ઓડ પલ્કેશકુમાર નામ લખેલું જણાયું હતું. ટ્રાફિક પોલીસે આ સમયે આ બાબતની જાણ રાંદેર પોલીસને કરી હતી. રાંદેર પોલીસ ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કરનાર યુવકને રાંદેર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેની તપાસ કરતાં ખબર પડી હતી કે તેનું નામ સુનિલ કાંતિભાઈ ઓડ(રહે. સ્વાગત એપાર્ટમેન્ટ,શ્રીનાથ પટ્રોલપંપ આગળ, આનંદમહેલ રોડ,અડાજણ)તેની પાસેથી મળેલ સીઆરપીએફનું આઈકાર્ડ બાબતે પુછતા તેને જણાવ્યું હતું કે તેનો બનેવી પલ્કેશકુમાર સીઆરપીએફમાં છે.તેના આઈકાર્ડની કલર ઝેરોક્સ છે.ટ્રાફિક બ્રાંચના હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકીએ સુનિલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

કમિશનરને ફોન કરવાની પણ ધમકી આપી
ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકીએ સુનિલ કાંતિ ઓડને ટ્રાફિકમાંથી બાઇક સાઇડ પર મૂકવાનું કહીને તેની પાસેથી આઇકાર્ડ લેતાં તે ગુસ્સે થઇ ગયો હતો.આરોપી સુનિલ ઓડે આ બાબતે પોલીસ કમિશનરને ફોન કરવાની હેડ કોન્સ્ટેબલ કેતન સોલંકીને ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...