તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પાંડેસરામાં શુઝની દુકાન ચાલુ રાખનારની ધરપકડ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાંડેસરા પોલીસે શુઝની દુકાન ચાલુ રાખનારને અને સચીન જીઆઈડીસીપોલીસે અન્ડર વેયર-બનીયાન વેચનારની ધરપકડ કરી છે.  પાંડેસરા પોલીસ ગુજપાત હાઉસિંગ બોર્ડ પાસે જલારામમ નગર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં અનીલ શુ પોઈન્ટ નામની દુકાન ખુલ્લી હતી. ત્યાં કેટલાક લોકો ભેગા થયા હતા. તેઓ પોલીસ જોઈને નાસી ગયા હતા. દુકાનદારે માસ્ક પહેર્યું નહતું તેમજ ગ્લોવઝ પહેર્યા ન હતા. પોલીસે દુકાનદાર રાકેશ નારાયણ પ્રજાપતિ(રહે. આવિર્ભાવ સોસાયટી-1, ગુજરાત હાઉસિંગ બોર્ડ,પાંડેસરા) વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.તેમજ સચીન જીઆઈડીસી વિસ્તારમાં રામેશ્વર કોલોની પાસે,શિવશક્તિનગરમાં આરોપી મો.ઇકરાર મો.કાસીમ શેખ(રહે. હરીઓમની ચાલ,શિવશક્તિનગર,સચીન જીઆઈડીસી) પાથરણું પાથરીને અંડરવેયર અને બનીયાન વેચતો હતો ત્યાં આઠેક જણા ખરીદી માટે આવ્યા હતા. સચીન જીઆઈડીસી પોલીસે મો.ઇકરાર વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો