કાર્યવાહી:15 વર્ષની સગીરાને દેહવેપારમાં ધકેલનારી રૂબીનાની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરાને ચાર મહિનામાં 40 યુવકો પાસે મોકલી, મહિલાનો પતિ ફરાર

લિંબાયતમાં રહેતી 15 વર્ષની કિશોરીનો ભાઈ લાજપોર જેલમાં હોવાથી ઓળખીતી મહિલાએ તેના ઘરે આશરો આપ્યો હતો. આ મહિલાના પતિએ સગીરા પર રેપ કર્યો અને ખુદ મહિલા સગીરાને ફરિયાદ કરવા લિંબાયત પોલીસ સ્ટેશને લઈ આવી હતી. આ બાબતે સગીરાને વિશ્વાસમાં લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સગીરાનો ભાઈ જેલમાં હોવાની વાત ખોટી લખાવી હતી. સગીરાને મહિલા રૂબીનાએ ખોટું બોલવા માટે તૈયાર કરી હતી. આ ગુનામાં મહિલા રૂબીના ઉર્ફે મુબારક જુલ્ફેકાર સોહેલ સિ્દીક(41)(રહે,શાસ્ત્રીચોક,લિંબાયત)ની ધરપકડ કરી છે.

જયારે તેનો પતિ સોહેલ હજુ ભાગતો ફરે છે.વધુમાં પોલીસે જણાવ્યું કે મહિલાના પતિએ કિશોરી પર દાનત બગાડી રેપ કર્યો હતો. આરોપી મહિલાએ કિશોરીને આશરો આપી બાદમાં તેના જ પતિએ સગીરા પર રેપ કર્યો હતો. આ સમયે સગીરાનો મહિલાએ મોબાઇલમાં વિડીયો બનાવી તેને બ્લેકમેલીંગ કરી દેહવ્યપારના ધંધામાં જવા માટે મજબૂર કરી હતી. છેલ્લા 4 મહિનામાં મહિલા આરોપી રૂબીનાએ દેહવ્યપારના ધંધામાં સગીરાને 30 થી 40 યુવકો પાસે ધકેલી દઈ હજારોની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...