તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જહાંગીરપુરા ખાતે ટેમ્પો ચાલકને માર મારનાર ગૌરક્ષકની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગૌરાંગે ગૌવંશની આડમાં માર માર્યો હતો

જહાંગીરપુરા આશારામ આશ્રમમાંથી બે આખલા ખેરગામ જઇ રહેલા ટેમ્પો ચાલકને અટકાવી ગૌ વંશને કતલખાને લઇ જાવ છો કહીને ચાલકને મારમારી કરનાર ગૌરક્ષકની પોલીસે ધરપકડ કરી છે. સેલવાસના અનિલ પોટુકભાઇ ઘુટીયાએ જહાંગીરપુરા આશારામ આશ્રમથી ટેમ્પોમાં બે આખલા ભરીને ખેરગામ આશ્રમમાં જવા નીકળ્યો હતો. તે જહાંગીરપુરા પાસે ચા પીવા ઉભો હતો ત્યારે ગૌરાંગ મુકુંદ દવે (સેન્ટોસા હાઇટ્સ ઉત્રાણ) આવ્યો હતો.

ગૌવંશને કતલખાને લઇ જાવ છો કહીને અનિલને તમાચો માર્યો હતો. અનિલે કંટ્રોલને ફોન કરતા એક હોમગાર્ડ પહોંચી જતા ગૌરાંગે તેની સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ પહોંચી જઇ ગૌરાંગની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો