કાર્યવાહી:વરાછામાં ગેરકાયદે ઉઘરાણી કરનાર ફાઈનાન્સરની ધરપકડ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રત્નકલાકાર પાસેથી 13 હજારની સામે 2.50 પડાવ્યા છતાં વધુ રકમ માંગતા ગુનો નોંધાવ્યો

વરાછામાં વ્યાજખોરે રત્ન કલાકારને ઉંચા વ્યાજે 13 હજાર રૂપિયા આપીને તેની સામે 2.50 લાખ રૂપિયા પડાવી લેવાના બનાવમાં વરાછા પોલીસે ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપનાર ફાઈનાન્સરની ધરપકડ કરી છે. વરાછામાં લમ્બે હનુમાન રોડ પર મારૂતિ ચોક ખાતે આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતા હરેશ હિંમતભાઈ ડાભી રત્ન કલાકાર છે.

હરેશ ડાભીને ચારેક વર્ષ પહેલા સાડીના વેપાર માટે રૂપિયાની જરૂરત પડતા ફાઈનાન્સર ભુપત રબારી પાસેથી કુલ ૧૩ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ભુપત રબારીએ તેની સામે 20 ટકા વ્યાજ માંગ્યુ હતું. હરેશે વ્યાજ સાથે રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ હરેશ સમયસર રૂપિયા આપી શક્યો ન હતો. તેથી ભુપતે વ્યાજ પર વ્યાજ માંગવાનું શરૂ કર્યું હતું.

ચાર વર્ષમાં ધીરે-ધીરે કરીને ધાકધમકી આપીને ભુપતે હરેશ પાસેથી રૂ.2.50 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ પણ ભુપત રૂપિયાની માંગણી કરતા હરેશ ડાભીએ ફાઈનાન્સર ભુપત રબારી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં મની લેન્ડીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. પોલીસે આરોપી ફાઈનાન્સર ભુપત આપાભાઈ મકવાણા(રહે. વડવાળા સોસાયટી,મરઘા કેન્દ્ર પાસે, લમ્બે હનુમાન રોડ વરાછા)ની ધરપકડ કરી હતી. પરંતુ આરોપી ભુપતે આગોતરા જામીન મેળવ્યા હોવાથી તેને જામીન મુક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...