ધરપકડ:બાયોડીઝલના ગેરકાયદે વેપલામાં પૂર્વ મંત્રીના પુત્રના ભાગીદારની ધરપકડ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ મનીષ મારવાડીને બાયોડીઝલના ટેન્કરો મોકલ્યા હતા
  • પોલીસે​​​​​​​ બોલાવ્યા તો પોતે હાજર નહીં રહ્યાં પણ વકીલને મોકલી આપ્યા

બાયોડીઝલના ગેરકાયદે કારોબારના રાજ્યવ્યાપી નેટવર્કમાં મુખ્ય સૂત્રધાર મનીષ મારવાડીના તાર ગાંધીધામ તપાસમાં બહાર આવ્યા હતા. ઈકો સેલની ટીમે ગાંધીધામની પેઢી અરિહંત એન્ટરપ્રાઈઝના કર્તાહર્તા અને પુર્વ રાજ્યમંત્રીના પુત્રના ભાગીદાર 40 વર્ષીય ભાવેશ પ્રભુલાલ શેઠ(રહે, લીલાશાહનગર, ગાંઘીધામ)ની કચ્છ ખાતેથી ધરપકડ કરી છે. રવિવારે ઇકોસેલે ભાવેશ શેઠને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ઈકો સેલે જણાવ્યું કે અરિહંત એન્ટરપ્રાઈઝના ભાવેશ શેઠે સુરતમાં મનીષ મારવાડીને પ્રતિબંધિત હોવા છતાં 8થી 10 બાયોડિઝલના ટેન્કરો મોકલ્યા હતા. જેમાં અરિહંત એન્ટરપ્રાઈઝના ભાવેશ શેઠની સંડોવણી બહાર આવી છે. અન્ય ભાગીદારોની સંડોવણી અંગે તપાસ કરવામાં આવશે. અગાઉ આ કેસમાં ગાંધીધામની અરિહંત એન્ટરપ્રાઈઝના 5 ભાગીદારોમાં ભાવેશ પ્રભુલાલ શેઠ, નિરવ પ્રદિપભાઈ મહેતા, રમેશ બાબુભાઈ હુમ્બલ, રણછોડ વાસણભાઈ આહિર અને શંભુ શામજીભાઈ ઝરુને સુરત ઈકો સેલની કચેરીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. જેમાં ભાગીદારો વતી વકીલ હાજર રહયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

બાયોડીઝલ પ્રકરણમાં અગાઉ મનીષ મારવાડી સહિત 7 આરોપી પકડાયા હતા
બાયોડીઝલ પ્રકરણમાં અગાઉ મુકેશ બાબુ કસવાળા અને અંકિત રામનરેશ સૈન, મુકેશ મારવાડીનો ભાઈ ઓમપ્રકાશ રાવ અને પછી સૂત્રધાર મનિષ મારવાડી સહિત 7 આરોપી પકડાયા હતા. મનિષ મારવાડી નવી મુંબઈ પોર્ટ અને કંડલા પોર્ટ પરથી ઓઈલના ટેન્કરો મંગાવતો હતો. પછી તે ઓઈલમાં હાઇડ્રોકાર્બન અને બેઝ ઓઈલ, ઓરિજનલ ડિઝલ અને કેમિકલનું મિશ્રણ કરી બાયોડીઝલ તૈયાર કરતો હતો.

​​​​​​​મનિષ મારવાડી ઉર્ફે મનિષ શંકરલાલ રાવની પાંડેસરામાં હરિઓમ ટ્રેડિંગના નામે ઓઈલનો વેપાર કરતો હતો. પોલીસે તેની ઓફિસમાં તપાસ કરતા ઓઈલના કેટલાક બિલો મળ્યા હતા. આ બિલોમાંથી 3 થી 4 ટેન્કરોના બિલ અરિહંત એન્ટરપ્રાઈઝના હતા. ઉપરાંત અન્ય 3થી 4 પેઢી નવી મુંબઈ પોર્ટના પણ બિલો હતા.

અન્ય સમાચારો પણ છે...