તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કતારગામમાં ઘેનનું ઇન્જેક્શન આપી માતા- બહેનની હત્યા કરનાર ડો.દર્શનાની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઘેનના ઇન્જેક્શનનો ઓવરડોઝ આપીને 62 વર્ષીય માતા અને 29 વર્ષીય બહેનની હત્યા કરીને પોતે ઊંઘની 27 ગોળીઓ ગળી જઇ આત્મહત્યાનો પ્રયાસ કરનાર કતારગામની હોમિયોપેથી મહિલા તબીબ ડો.દર્શના પ્રજાપતિની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં ડો.દર્શનાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટો તેને લાજપોર જેલમાં ધકેલી દીધી હતી. હત્યારી ડોકટરે માતા મંજુલાબેન અને નાની બહેન ફાલ્ગુનીને દુખાવાના ઇન્જેકશનો આપ્યા હતા. પછી ઇન્જેકશનો ડોઝ પુરો થઈ જતા હત્યારી દર્શનાએ ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...