કામગીરી:પરિણીતા સાથે રેપ મુદ્દે હીરા વેપારીના ડ્રાઇવરની ધરપકડ,કતારગામના વેપારીએ કારમાં દુષ્કર્મ આચર્યું હતું

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મ આચરનાર અને મદદ કરનાર ડ્રાઈવરને પણ પોલીસે ઝડપી લીધા છે. - Divya Bhaskar
દુષ્કર્મ આચરનાર અને મદદ કરનાર ડ્રાઈવરને પણ પોલીસે ઝડપી લીધા છે.
  • કતારગામના વેપારીએ કારમાં રેપ કર્યો હતો
  • ગુના સમયે ડ્રાઇવર આરોપીની સાથે હતો

કતારગામ ડાયમંડના વેપારીએ નોકરીની લાલચ આપી 24 વર્ષીય પરિણીતાને ભેંસાણ રોડ પર ખેતરમાં લઈ જઈ કારમાં રેપ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે હીરાના વેપારીની ધરપકડ કર્યા બાદ શનિવારે મોડીરાતે તેના ડ્રાઇવરની પણ મદદગારીમાં ધરપકડ કરી છે.અડાજણ પોલીસથી મળેલી માહિતી મુજબ આરોપી હીરા વેપારી મનીષ રોયને ત્યાં 40 વર્ષીય પરેશ ભગુવનજી પ્રાગડા (રહે,સુખાઅનંદ રો હાઉસ, વેલંજા) છેલ્લાં 10 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.

પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ વધુત પાસ હાથ ધરી છે.
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ વધુત પાસ હાથ ધરી છે.

24મી ડિસેમ્બરના શુકવારે બપોરે 3 વાગ્યે 24 વર્ષીય પરિણીતાને નોકરી આપવાની લાલચ આપી હીરાના વેપારી મનીષ ડુંગર રોયએ અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. આરોપી વેપારી મનીષ તેના ડ્રાઈવર પરેશ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. બાદમાં પરિણીતાને કારમાં બેસાડી ભેસાણ રોડ પર લઈ ગયા હતા. પરિણીતા સાથે વાતો કરવાની હોય જેથી હીરાના વેપારીએ રસ્તામાં ડ્રાઇવર પરેશ પ્રાગડાને ઉતારી દીધો હતો. વેપારી પેટ્રોલપંપની સામે એક ખેતર કાર ઉતારી દીધી હતી. પછી કારમાં પરિણીતા પર જબરજસ્તી કરી રેપ કર્યો હતો.