કાર્યવાહી:ઉતાવળમાં સહી કરાવી જમીન પચાવનાર બિલ્ડરની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપામાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા

પાર્લે પોઇન્ટના બિલ્ડરે અન્યના ઇન્ડસ્ટ્રીયલના બોગસ ડોક્યુમેન્ટો બનાવી પ્લોટ પર બાંધકામ કરી છેતરપિંડી કરી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે પાર્લે પોઇન્ટના બિલ્ડર અજય સુરવીર સુરતવાળાની ધરપકડ કરી લાજપોર જેલમાં ધકેલી દીધો છે.

ભટારમાં કાપડિયા હેલ્થ ક્લબ પાસે અશોક પેવેલિયનમાં રહેતા રાજેશ દેસાઈ જમીન દલાલ છે. તેમના પિતાજીના હિસ્સાની જમીન રાજેશ, તેમના-પિતા અને ભાઈના નામે હતી. તેમાંથી કેટલોક હિસ્સો રાજેશ અને તેમના ભાઈએ આરોપી અજય સુરવીર સુરતવાલા(રહે. સોમનાથ મહાદેવ સોસાયટી,પાર્લે પોઈન્ટ)ને વેચી હતી. જોકે અજયે રાજેશની વણવેચેલી જમીન પર પણ કબજો કરી લીધો હતો. તેના પર પણ બાંધકામ કરી નાખ્યું હતું. તે માટે પહેલા અજયે કેટલાક ડોક્યુમેન્ટ લઈ રાજેશ અને તેમના ભાઈ પાસે સહી લેવા આવ્યો હતો.

ડોક્યુમેન્ટ વાંચવા આપવાનું કહેતા અજયે ન આપ્યા અને કહ્યું હાલ ઉતાવળ છે પછી વાંચી લેજો કહી ડોક્યુમેન્ટ પર સહી કરાવી લીધી હતી. બોગસ ડોક્યુમેન્ટ બનાવી કલેક્ટર કચેરી અને મહાનગર પાલિકામાં રજૂ કરી વિકાસ પરવાનગી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...