તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કંટ્રોલ ઉપર ફોન કરી પોલીસને ધમકાવનાર યુવકની ધરપકડ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી- હિંદી મિશ્રિત ભાષામાં ધમકી આપી
  • ડિંડોલીના ઓડિશાવાસી યુવકે ફોન કર્યો હતો

મંગળવારે અજાણ્યાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફોન રિસિવ કરનાર જમાદારને ગાળો આપ્યા બાદ ઘરે આવીને મારવાની ધમકી આપી હતી.આ કેસમાં કંટ્રોલરૂમે ડિંડોલી પોલીસને જાણ કરતાં પોલીસે નંબરના આધારે તપાસ કરીને મૂળ ઓડિશાનો અને હાલ ડિંડોલના હરિહરનગરમાં રહેતો 26 વર્ષના આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે કોઇક અજાણ્યાએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો. અા અજાણ્યાનો ફોન જમાદાર કિરણભાઈએ ઉપાડ્યો હતો. ફોન કરનારે જમાદારનો ગાળો આપી હતી. જમાદારે ગાળો આપવાના ના પાડી હતી. ત્યાર બાદ અજાણ્યાએ હિંદી અને ગુજરાતી ભાષામાં ‘તંુ પોલીસ છે, ને તેરા ક્વાટર મુઝે પતા હૈ, વહીં પર આકર તુઝે ઠોકુંગા’ કહીને ધમકી આપી હતી. અજાણ્યાનો ફોન ડિંડોલી વિસ્તારમાંથી આવ્યો હોવાથી પોલીસ કંટ્રોલરૂમની સૂચનાથી ડિંડોલી પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ત્યાર બાદ નંબરના આધારે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કંટ્રોલરૂમ પર ફોન કરી ગુજરાતી અને હિંદી મિશ્રિત ભાષામાં ગાળો ભાંડી જમાદારને ધમકી આપનાર મૂળ આેડિશાનો અને હાલ નવાગામ ડિંડોલી ખાતે રહેતો 26 વર્ષીય સુનિલ નીકળ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે હાલ તો પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...