તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગેંગરેપ-ખંડણી કેસના આરોપીને સીમ આપનારા યુવકની ધરપકડ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુદા જુદા ચાર આરોપીઓ એક જ સીમથી ફોન કરતા હતા

લાજપોર જેલમાંથી 6 મહિના પહેલા વર્ષ 2009ના ચકચારિત સુરત ગેંગરેપના આરોપી તારીક સૈયદે વેપારીને ફોનથી 30 લાખની ખંડણી માટે ધમકી આપી હતી. આ ગુનામાં સીમકાર્ડ આપનારની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ એક જ સીમથી ચાર આરોપી વાત કરતા હતા.

ગેંગરેપના પાકાકામના આરોપી તારીક સૈયદે ખંડણી માટે વેપારી સૈફુલ્લા મોતીવાલાને ગત 12મી જાન્યુઆરીએ 30 લાખની રકમ માટે ધમકી આપી હતી. આ કેસમાં અગાઉ આરોપી અશ્વિન ઉર્ફે રશ્મી ચંદ્રકાંત શાહની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચે સૌ પ્રથમ સીમકાર્ડ કોના નામે રજીસ્ટ્રર થયો છે તેની તપાસ કરી જેમાં સીમકાર્ડ કાપડ દલાલ પુણ્યપાલ જૈનના નામે હતો.

આ દલાલની પૂછપરછમાં તેના એક મિત્ર પ્રણવ પંડ્યાને તેના નામનો સીમકાર્ડ વાપરવા આપ્યો હતો. પ્રણવે સીમકાર્ડ તેના એક મિત્ર દિપક જોગીન્દર જ્યસ્વાલને આપ્યો હતો. દિપક જેલમાંથી આ સીમકાર્ડથી વાત કરતો હતો. દિપક જામીન પર છુટ્ટી ગયા પછી સીમ અન્ય આરોપીને આપી ગયો હતો. પકડાયેલા આરોપીનું નામ પ્રણવ દિનબધું પંડ્યા(33) છે અને તે અમરોલી જૂના કોસાડ સાંઇપૂજન એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપી ડ્રાઇવિંગ કરે છે. ઉપરાંત આજ નંબરથી જેલમાંથી ચેક રિટર્ન કેસનો આરોપી વસંત મઠાવાળા, અઠવામાં થયેલી હત્યાનો આરોપી અશ્વિન શાહ અને પાંડેસરામાં થયેલી હત્યાના આરોપી દિપક કેદારે પરિવાર સાથે વાત કરી હતી. હાલમાં દિપક જોગીન્દર જ્યસ્વાલ જામીન પર છુટ્ટી ફરાર છે. તે ગુજ્સીટોકના ગુનામાં પણ વોન્ટેડ છે અને વિપુલ એન્ડ અલ્તાફની ટોળકીનો સાગરિત છે. આ ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી તારીક કુત્તુબુ્દીન સૈયદ, વસંત નારણદાસ મઠાવાલા અને દિપક મોહન કેદારની કોર્ટની મંજૂરી લઈ પોલીસ ધરપકડ પોલીસ કરશે.

અન્ય સમાચારો પણ છે...