ધરપકડ:અન્યના ક્રેડિટ કાર્ડથી વીજ બિલ ભરવાના પ્રકરણમાં વરાછાના યુવકની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ કલેક્શન સેન્ટરવાળાને 3% મળતા હતા

દેશભરમાં ઓનલાઇન ફ્રોડ કરી લોકોના ક્રેડિટ કાર્ડથી અલગ અલગ વીજ કંપનીના ગ્રાહકોના વીજબીલો ભરી કરોડોની ચીટિંગ કરતી ઝારખંડ જામતાડાની ટોળકીનો સુરત પોલીસે અઠવાડિયા પહેલા પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં વરાછાના દુકાનદારની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

મૂળ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાનો વતની અને વરાછામાં અશ્વિન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય નીતિન ધીરૂ પટેલની હંસ કોમ્યિુનિકેશન નામની દુકાન હતી. જેમાં તે લાઇટ-ગેસ અને મોબાઇલના બિલો ભરવાનું કામ કરતો હતો. નીતિન પટેલની દુકાને આરોપી યશ ભરત ભુપતાણી આવ્યો અને તેણે દુકાનદારને લાઇટબિલમાં 3 ટકા કમિશન આપવાની વાત કરી હતી. આથી નીતિને કમિશનની લાલચે યશની વાતમાં આવી ગ્રાહકોના બિલના ફોટા પાડી રોકડા રૂપિયા લઈ બિલનો ફોટો યશને મોકલી આપતો હતો. પછી યશ બિલનો ફોટો આગળ તેની ગેંગના અન્ય સાગરિતો મારફતે ઝારખંડમાં બેઠેલા સૂત્રધારને મોકલી આપતો હતો.

જામતાડામાં બેસીને ગેંગના સાગરિતો કોલ કરી આરબીએલ બેંકમાંથી બોલુ છું એમ કહીને ક્રેડિટકાર્ડ ધરાવતા ગ્રાહકો પાસેથી ઓટીપી અને કાર્ડ નંબર મેળવી લાઇટબિલ ભરી દેતા હતા.જામતાડાની ગેંગ સાથે પોલીસપુત્ર પણ સામેલ હતો. જેની પણ અગાઉ પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં બીજવિલ કલેક્શન સેન્ટરની મહત્તવની ભૂમિકા હતા.

અન્ય સમાચારો પણ છે...